રાજકોટ
News of Friday, 13th July 2018

રાજકોટ એસ.ટી.ની બલીહારીઃ મૂસાફરોની કાંઇ પડી નથીઃ ગારો-કાદવ -કીચડથી લોકો ત્રાહિમામ

રાજકોટઃ રાજકોટમાં મેઘાવી માહોલની જમાવટ છે, સવારથી વરસાદ પડી રહ્યો છે, નવુ બસ સ્ટેશન બની રહ્યું હોય, શહેરના ઐતિહાસિક શાસ્ત્રી મેદાન ખાતે બસ સ્ટેશન ખસેડાયું છે, રોજની ૧૩૦૦ થી વધુ બસો આવ-જા કરે છે, વરસાદ ન હોય ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી હોય મૂસાફરો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે, હવે પાણીને કારણે શાસ્ત્રી મેદાનમાં ગારો-કાદવ-કીચડ અને પાણીની જમાવટ થતા સેંકડો મૂસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, ડેપો મેનેજર અહી બેસે છે, તેમને અને અન્ય અધીકારીઓને નહિ દેખાતુ હોય તેવો તાલ સજાર્યો છે, ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવા શાસ્ત્રીમેદાનમાં પધારે અને લોકોની ગારો-કાદવ-કીચડની હાલત જૂએ તો અલગ જ નજારો જોવા મળે તે પણ હકીકત છે, તાકિદે મોરમ પાથરવી જોઇએ તેવી માંગણી ઉઠી છે, તસ્વીર આવી જ માંગણી કરી રહી છે, એકબાજુ ગારો, કાદવ, કીચડ અને બીજીબાજુ વરસતા વરસાદમાં બસની રાહ જોતા મૂસાફરો જણાય છે(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૬.૧૯)

(3:53 pm IST)