રાજકોટ
News of Friday, 13th July 2018

સોમવારે મેઘરાજા ધોધમાર વરસશે?

રાજકોટ શહેરમાં છવાયેલા ઘનઘોર વાદળો વચ્ચે હળવો વરસાદ : ૧૬મીએ બપોર બાદ સાર્વત્રિક વરસાદની આગાહીઃ એક સપ્તાહ સુધી દરરોજ કોઈ - કોઈ જગ્યાએ વરસશે : બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ ૪૮ કલાકમાં સર્જાશે, જેની ત્રણેક દિવસ બાદ અસર જોવા મળશે : હવામાન ખાતુ : હવામાનની સંસ્થા સ્કાયમેટ જણાવે છે કે દિલ્હીમાં આજે વરસાદ પડશે

રાજકોટ, તા. ૧૩ : છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના થોડા વિસ્તારો અને ખાસ તો દક્ષિણ ગુજરાતમાં આ વખતે મેઘરાજા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રના અમુક શહેરોમાં હજુ પણ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. ગઈકાલે દરિયાઈપટ્ટીના વિસ્તારોમાં સારો એવો વરસી ગયો હતો.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે ૨૦ જુલાઈ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓછાવતા પ્રમાણમાં વરસાદ ચાલુ રહેશે. આવતીકાલે બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આગામી ૪૮ કલાકમાં બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ સર્જાશે જેની અસર આવતા ત્રણેક દિવસોમાં જોવા મળશે. આજે પણ ઓછા વતા પ્રમાણમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દરિયાઈપટ્ટીના વિસ્તારોમાં વધુ સંભાવના છે. દરમિયાન રાજકોટ શહેરમાં ગત સાંજથી ઝરમર વરસ્યા બાદ આજે સવારે પણ હળવો વરસાદ ચાલુ હતો. છેલ્લા ત્રણેક દિવસથી વાદળો છવાયેલા જોવા મળે છે.(૩૭.૮)

(3:49 pm IST)