રાજકોટ
News of Friday, 13th July 2018

કાલે અષાઢી બીજ : રાજકોટમાં જગન્નાથજીની જાજરમાન રથયાત્રા

સવારે ૮ વાગ્યે નાનામૌવા કૈલાસધામ આશ્રમેથી પ્રારંભ : બલભદ્રજી, સુભદ્રાજી અને જગન્નાથજીનો રથ નિયત રૂટપર આગળ વધી બપોરે સ્વામીનારાય મંદિરે પહોંચશે : મામેરાના પ્રસંગ બાદ ફરી આગળ વધી સાંજે નીજ મંદિરે સમાપન : જય રણછોડ માખણચોરના નાથી માર્ગો ગુંજશે : ભાવિકો માટે ૫૦૦ કિલો મગ અને ૧૫૦ કિલો ચણાનો પ્રસાદ તૈયાર : ૩૦૦ થી વધુ બાઇક અને ૫૦ થી વધુ ફોરવ્યહીલ, થ્રીવ્હીલર જોડાશે : સંતો મહંતો આશીર્વચનો વરસાવશે

રાજકોટ તા. ૧૩ : કાલે અષાઢી બીજના રાજકોટના રાજમાર્ગો 'જય રણછોડ માખણચોર'ના નાદથી ગુંજી ઉઠશે. નાનામૌવા ખાતે આવેલ કૈલાસધામ ખોડીયાર આશ્રમ પ્રેરીત શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની જાજરમાન રથયાત્રાનું આયોજન કરાયુ છે.

૧૧ માં વર્ષે આયોજીત આ રથયાત્રા સંદર્ભે સવારે ૬ વાગ્યે શંખનાદ કરી સંતોના હસ્તે પુજન બાદ ૭.૧૫ કલાકે શુભચોઘડીયે ભગવાન બલભદ્રજી, બહેન સુભદ્રાજી, ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન કરાશે. ભકતો દ્વારા પુષ્પવર્ષા કરાશે.

સવારે ૮ વાગ્યે પ્રથમ બલભદ્રજીના રથને સંતોના હસ્તે, બીજા સુભદ્રાજીના રથને બહેનોના હસ્તે, ત્રીજા જગન્નાથજીના રથને યુવા બ્રિગેડના હસ્તે પ્રસ્થાન કરાવાશે.

૩૦૦ થી વધારે બાઇક સવારો બાદમાં ઘોડેસવારો અને બુલેટ સવારો પાયલોટીંગ કરશે. ૫૦ થી વધુ ફોર વ્હીલર, થ્રીવ્હીલર વાહનો જોડાશે.

ત્રણેય રથ ૨૦૦ મીટરનું અંતર રાખીને આગળ વધશે. ભાવિકો દર્શન કરી રથને દોરડાથી ખેંચવાનો લ્હાવો લઇ શકશે. આ રથયાત્રા દરમિયાન ૫૦૦ કિલો મગ અને ૧૫૦ કિલો ચણામાંથી તૈયાર કરાયેલ પ્રસાદનું વિતરણ કરાશે. ઠેરઠેર ઠંડા પાણી સરબત વિતરણ કરી રથયાત્રાનું સ્વાગત કરાશે.

ધુન મંડળો, વિવિધ સંસ્થા ગ્રુપ, મંડળો દ્વારા ધુનની રાસની રમઝટ તેમજ સંતો દ્વારા વિવિધ હેરતભર્યા પ્રયોગો થશે. નિયત રૂટ પર આગળ વધી બપોરે ભુપેન્દ્રરોડ સ્વામીનારાયણ મંદિરે પહોંચશે. જયાં મામેરાનો પ્રસંગ લેવાશે. બપોર બાદ ફરી નિયત રૂટ પર ફરી સાંજે કૈલાસધામ આશ્રમે સમાપન પામશે.

સમગ્ર રથયાત્રાની વ્યવસ્થા જગન્નાથ યાત્રા સમિતિના ચમનભાઇ સિંધવ, મંગેશભાઇ દેસાઇ, વિક્રમસિંહ પરમાર, કરણસિંહ જડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, હનીતસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, જીમ્મીભાઇ અડવાણી, નાથુસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, રાજુભાઇ ઉમરાણીયા, પંકજભાઇ તાવિયા, દિલીપભાઇ દવે (હિન્દુ યુવા વાહિની અધ્યક્ષ સૌરાષ્ટ્ર) તથા સમગ્ર નાના મૌવા ક્ષત્રિય સમાજ જહેમત ઉઠાવી રહેલ છે.

રથયાત્રામાં વિવિધ સંગઠનો હિન્દુ જાગરણ મંચ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, શિવસેના, હિન્દુ વાહીની, ક્ષત્રિય સમાજ નાનામૌવા, હિન્દુ યુથ ઓર્ગેનાઇઝેશન, બડા બજરંગ મિત્રમંડળ, રાધેશ્યામ ગૌશાળા, આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ નાનામૌવા, ત્રિમુર્તિ બાલાજી મંદિર ૧૫૦ ફુટ રીંગરોડ, દાણાપીઠ વેપારી એસો., બાન લેબ, આશીર્વાદ મંડપ સર્વીસ, જય જગન્નાથ લાઇટીંગ એન્ડ ડેકોરેશન સાર્વજનીક મહોત્સવ સમિતિ, કિશાન ગૌશાળા, સ્વાતિ ગૌશાળા, ગુર્જર સુતાર વિશ્વકર્મા મંદિર, બડા બજરંગ મિત્ર મંડળ, બાલક હનુમાન મિત્ર મંડળ, રંગીલા ધુન મંડળ, બોલબાલા ટ્રસ્ટ, પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, વૃંદાવન ચેરીટેબલ ટ્રસ્ટ, યશ શરાફી મંડળી, રઘુવીર યુવા સેના, સાત હનુમાન મંદિર ખીરસરા, ઝાંઝર ગ્રુપ, રાષ્ટ્રીય કરણી સેના, રાણીમાં રૂડીમાં નકલંક ધામ, યુ.વી. કલબ, ખોડલધામ ટ્રસ્ટ, ભરવાડ સમાજ, ક્રિષ્ના યુવા ગ્રુપ મવડી, કાઠીયાવાડ ગ્રુપ કોઠારીયા રોડ, સુરક્ષ સેતુ સોસાયટી, સ્વામીનારાયણ મંદિર ભુપેન્દ્રરોડ, સ્વામીનારાયણ ગુરૂકુળ મવડી, વૃંદાવન ગ્રુપ શાસ્ત્રીનગર એસો., આશાપુરા મંદિર પેલેસ રોડ, શ્રીજી ગૌશાળા, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પ લાઇન, માં ગૌરી ગૌશાળા વગેરે સામેલ થશે.

શિવસેના

કાલે કૈલાસધામ આશ્રમ આયોજીત જગન્નાથજીની શોભાયાત્રામાં શિવસેનાના સૈનિકો સલામતી અને સુરક્ષાની જવાબદારી અદા કરશે. ત્રિકોણ બાગ ખાતે શિવસેના સૌરાષ્ટ્ર એકમ દ્વારા અદકેરૂ સ્વાગત કરાશે. સંકલન સમિતિના જીમ્મીભાઇ અડવાણી, જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડીયા, સંજયભાઇ ટાંક, નિલેષભાઇ ચૌહાણ, દિનેશગીરી ગૌસ્વામી, વિમલ નૈયા, જેસલ ઝાલા, ભાવિન અધિયારૂ, કશ્યપ પંડયા, વિશલ કવા, કુમારપાલ ભટ્ટી, વિક્રમ બાવલીયા, ઉદયસિંહ જાડેજા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

યદુવંશી મહાસભા

અખિલ ભારતીય યદુવંશી મહાસભા શહેર ઉપપ્રમુખ વિક્રમભાઇ બોરીચાના નેતૃત્વમાં યુવાનો બહોળી સંખ્યામાં કાલે જગન્નાથજીની રથયાત્રામાં સામેલ થશે. યદુવંશી મહાસભાના ગુજરાત અધ્યક્ષ હેમંત લોખીલની આગેવાની હેઠળ યાત્રાનું ભાવભીનું સ્વાગત કરાશે. આ કાર્યક્રમમાં ધર્મેશ વાળા (વિદ્યાર્થી સમિતિ અધ્યક્ષ), પાર્થ જાદવ, મનીષ ચાવડા, નિર્મળભાઇ ડાંગર, અશ્વિનભાઇ કામ્બલીયા, જગદીશભાઇ ડાંગર વગેરે સેવામાં જોડાશે.

કોઠારીયા કોલોની મંદિર

કોઠારીયા કોલોનીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરે કાલે અષાઢી બીજના વિશેષ ધાર્મિક અનુષ્ઠા થશે. સવારે મંગળાઆરતી, ધ્વજારોહણ, પુજન અર્ચન થશે. બાદમાં જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજીની રથયાત્રા જય રણછોડ માખણચોરના નાદ સાથે યોજવામાં આવશે. સમગ્ર આયોજન માટે કોટેશ્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા, રશ્વીનભાઇ જાદવ, જયેન્દ્રસિંહ જાડેજા, જયભાઇ આસોડીયા, સંદીપભાઇ સોલંકી, જયદીપભાઇ પરમાર, સિધ્ધરાજસિંહ પી. જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મદીપ પરમાર, અજય સોલંકી, શનિ જાદવ, ધર્મદીપસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ઝાલા, યશપાલસિંહ ઝાલા, કુલદીપસિંહ ઝાલા, હિતેષ સોલંકી, મનોજ મકવાણા, મિત ચાવડા, રૂષીરાજસિંહ જાડેજા, મંદિરના પુજારી છગનભારથી બાપુ ગોૈસ્વામી જહેમત ઉઠાવી રહ્યા છે.

રાધેશ્યામ ગૌશાળા

રૈયાધાર ખાતે આવેલ રાધેશ્યામ ગૌશાળા ખાતે કાલે અષાઢી બીજ મહોત્સવ ધામધુમથી ઉજવાશે. બાવન ગજની ધજા અને વિવિધ ફલોટ સાથે શોભાયાત્રામાં સામેલ થશે. સાંજે ૭ વાગ્યે બટુક ભોજન મહાપ્રસાદ, રાત્રે ૯ વાગ્યે સંતવાણી, રામદેવપીર પાઠ રાખેલ છે. તા. ૧૫ ના  વહેલી સવારે પાઠની પુર્ણાહુતી થશે. ધર્મપ્રેમીજનોએ ધર્મોત્સવમાં પધારવા રાધેશ્યામબાપુ (મો.૯૨૨૮૩ ૫૩૭૮૦) અને એડવોકેટ કિશોરભાઇ પાનોલા (મો.૯૯૨૪૦ ૬૨૨૧૯) દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

દશનામ ગૌસ્વામી મહામંડળ

મહાગુજરાત દશનામ ગૌસ્વામી મહામંડળ સૌરાષ્ટ્ર પ્રદેશ દેવસ્થાન પાંખ દ્વારા કાલે અષાઢી બીજ નિમિતે થોરાળા વિસ્તાર આજી કાંઠે આવેલ દશનામ ગોસ્વામી સાધુ સમાજના સમાધી સ્થાન 'કૈલાસધામ' ખાતે જલાભિષેક, પૂજન, અર્ચન, સ્મરણ, પ્રાર્થના સહીતના કાર્યક્રમો થશે. દેવસ્થાનના પ્રમુખ ડી. એમ. ગોસાઇ, ઉમીયા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઉર્મીલાબેન ડી. ગોસાઇના હસ્તે ધાર્મિક વિધિ કરાશે. સવારે ૭ થી ૯ સુધી પૂજન અર્ચન થશે. બાદમાં ૯ વાગ્યે દશનામ ગોસ્વામી મહામંડળના ઉપપ્રમુખ અને ઓમ વિદ્યાલયના ટ્રસ્ટી ત્રિભોવનગીરી મોહનગીરી ગોસ્વામી પરિવારના હસ્તે અષાઢી બીજનું ધ્વજારોહણ કરાશે. આ અવસરને દાતાઓ અમૃતગીરી સીદીગીરી, સોમગીરી પ્રભાતગીરી, મહેશગીરી જેરામગીરી, પ્રિયકાંતપુરી સ્વામી, પી. સી. ગોસ્વામી, રસીકગીરી શીવગીરી, જીતેન્દ્રપુરી હરીપુરી, મગનગીરી ગણેશગીરી, એડવોકેટ તુલસીદાસ ગોંડલીયા, ચંદનગીરી કલ્યાણગીરી, કીરીટગીરી કલ્યાણગીરી, મનુદાસ હરીયાણી, રવિદાસ ગોંડલીયા તરફથી સવારે ૧૦ થી બપોરે ર સુધી પ્રસાદીની વ્યવસ્થા કરાઇ હોવાનું ડી. એમ. ગોસાઇ (મો.૯૨૨૭૬ ૦૮૭૩૪) ની યાદીમાં જણાવાયુ છે.

હિન્દુ યુવા વાહીની

ભગવાન જગન્નાથજીની રાજકોટમાં યોજાયેલ ૧૧ મી રથયાત્રામાં મામેરાના યજમાન તરીકે હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ પ્રભારી હરપાલસિંહ પ્રતાપસિંહ જાડેજાએ લ્હાવો લીધો છે. ભરૂડીના જાડેજા પરીવારે ઉમંગભેર મામેરાની તૈયારી કરી છે. કાલે શનિવારે બપોરે રથયાત્રા ભુપેન્દ્રરોડ સ્વામીનારાયણ મંદિરે પહો઼ચે ત્યારે ભગવાનના મોસાળીયા તરીકે જાડેજા પરિવાર અને સંતો મહંતો સ્વાગત સામૈયા કરશે. ધર્મપ્રેમીજનોએ આ મામેરાના અવસરે બપોરે ૧ થી ર ઉપસ્થિત રહેવા મહંતશ્રી ત્યાગી મનમોહનદાસજી મહારાજ તથા મામેરાના યજમાન હરપાલસિંહ જાડેજાએ જાહેર અનુરોધ કરેલ છે.

જગન્નાથજી રથયાત્રા રૂટ

સવારે ૮ વાગ્યે કલૈાસધામ

આશ્રમથી પ્રસ્થાન થઇ

૯ વાગ્યે મોકાજી સર્કલ

૯.૩૦ વાગ્યે વૃંદાવન સોસાયટી

૧૦ વાગ્યે નિલ દા ઢાબા

૧૦.૨૦ વાગ્યે પુષ્કરધામ

૧૦.૨૫ વાગ્યે આલાપ એવન્યુ

૧૦.૩૦ શકિતનગર જે. કે. ચોક

૧૦.૪૫ આકાશવાણી ચોક

૧૦.૫૦ યુનિવર્સિટી રોડ

૧૧ વાગ્યે સાધુ વાસવાણી રોડ

૧૧.૧૦ રૈયા રોડ

૧૧.૨૦ તુલસી બંગલો

૧૧.૪૫ રૈયા ચોકડી

૧૨.૧૫ કિશાનપરા ચોક

૧૨.૨૫ ફુલછાબ ચોક

૧૨.૩૦ સદર બજાર

૧૨.૪૦ હરીહર ચોક

૧૨.૫૦ પંચનાથ મહાદેવ

૧૨.૫૫ લીમડા ચોક

૧.૦૫ ત્રિકોણ બાગ

૧.૧૦ સાંગણવા ચોક

૧.૧૫ ભુપેન્દ્રરોડ

૧.૨૦ સ્વામિનારાયણ મંદિર

૨.૩૦ આશાપુરા મંદિર

૨.૪૫ કેનાલ રોડ

૨.૫૫ કેવડાવાડી મેઇન રોડ

૩.૧૦ સોરઠીયાવાડી સર્કલ

૩.૨૦ કોઠારીયા રોડ

૩.૩૦ દેવપરા

૩.૪૦ યાદવનગર

૩.૫૦ સહકારનગર

૪.૦૦ નારાયણનગર

૪.૧૦ પીડીએમ કોલેજ

૪.૩૦ સ્વામીનારાયણ ચોક

૪.૫૦ આનંદ બંગલા ચોક

૫.૦૦ ફાયર બ્રીગેડ

૫.૨૦ ચંદ્રેશનગર મેઇન રોડ

૫.૩૦ રાજનગર ચોક

૫.૪૫ નાના મૌવા મેઇન રોડ

૬.૩૦ શાસ્ત્રીનગર

૬.૫૦ અલય પાર્ક

૭.૧૦ નાના મૌવા ગામ

૭.૩૦ ગોવિંદ પાર્ક

૮.૨૦ કૈલાસધામ આશ્રમ

૮.૩૦ નિજ મંદિરે સમાપન

(6:13 pm IST)