રાજકોટ
News of Friday, 13th July 2018

ચાંદી કામના ધંધામાં મંદી આવતાં ગુરૂદેવ પાર્કના નિકુંજ સરધારાએ ઝેર ગટગટાવ્યું

લેઉવા પટેલ યુવાનને સારવાર માટે દાખલ કરાયો

રાજકોટ તા. ૧૩: ધંધાકીય મંદીને કારણે લેઉવા પટેલ યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

કુવાડવા રોડ પર ગુરૂદેવ પાર્કમાં રહેતો નિકુંજ રસિકભાઇ સરધારા (ઉ.૨૪) નામનો પટેલ યુવાન મોડી રાત્રે ત્રણેક વાગ્યે ઝેર પી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. નિકુંજ બે ભાઇમાં મોટો અને અપરિણીત છે. તે પિતા સાથે ચાંદી કામ કરે છે. તેના પિતાના કહેવા મુજબ હાલમાં ધંધાકીય મંદી આવતાં નિકુંજ મુંજવણમાં હતો. એ કારણોસર આ પગલું ભરી લીધું હતું.

(12:37 pm IST)