રાજકોટ
News of Friday, 13th July 2018

પંચનાથ પ્લોટમાંથી જયેશ પડીયાને ક્રાઇમ બ્રાંચે દારૂ-બીયર સાથે પકડ્યો

રાજકોટ તા. ૧૩: પંચનાથ પ્લોટમાં રહેતાં ખત્રી શખ્સને ક્રાઇમ બ્રાંચે દારૂની બોટલો અને બીયરના ટીન સાથે પકડી લીધો હતો.

ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ બી. ટી. ગોહિલ, સામતભાઇ, ચેતનસિંહ, પ્રદ્યુમનસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતાં પંચનાથ પ્લોટ-૧૦/૩ના ખુણે દેવલત્તા નામના મકાનમાં દરોડો પાડી તેમાં રહેતાં જયેશ નટવરલાલ પડીયા (ખત્રી) (ઉ.૪૦)ને રૂ. ૭૯૪૦ના ૧૪ બોટલ દારૂ તથા રૂ. ૧૨૦૦ના ૧૨ બીયરના ટીન સાથે પકડી લેવાયો હતો. આ શખ્સ બંગડીનો ધંધો કરે છે. દારૂ બિયર કયાંથી લાવ્યો? તે અંગે વધુ તપાસ થઇ રહી છે.

દેશી દારૂ સાથે વિનુ, રેખા અને ધર્મેન્દ્રસિંહની ધરપકડ

આજીડેમ પોલીસ સ્ટેશન પાછળ જયનગરમાં રહેતાં વિનુ રવજીભાઇ બાવળીયાને રૂ. ૮૦ના દારૂ સાથે કોન્સ. શૈલેષ નેચડાએ પકડી લીધો હતો. જ્યારે રણુજા મંદિર પાસેથી વછરાજનગરમાં રહેતી રેખા જયેશ સોલંકીના કબ્જામાંથી કોન્સ. જયદિપસિંહે રૂ. ૧૬૦નો દેશી દારૂ કબ્જે લીધો હતો. જ્યારે પુનિતનગર વૃંદાવન સોસાયટી-૧૫માંથી ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલાને રૂ. ૬૦ના દારૂ સાથે કોન્સ. વિરેન્દ્રસિંહ પકડ્યો હતો.

(12:36 pm IST)