રાજકોટ
News of Friday, 13th July 2018

અવધ પાસે સાઇટ પર કામ કરતાં યુવાનનું તાવથી મોત

રાજકોટ તા. ૧૩: કાલાવડ રોડ પર અવધના ઢોળા પાસે ડેકોરા વેસ્ટ હિલ કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતાં મહેન્દ્ર કાળુભાઇ રાણા (ઉ.૨૨) નામના યુવાનને બે દિવસથી તાવ આવતો હોઇ ગઇકાલે બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં હેડકોન્સ. અજયસિંહ ચુડાસમા અને બોઘાભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. 

મૃતક યુવાન મુળ ઓરિસ્સાનો વતની હતો. તે કેટલાક સમયથી આ સાઇટ પર લોખંડ કામની મજૂરી કરતો હતો. બનાવથી સાથી મજૂરોમાં શોક છવાઇ ગયો હતો.

(12:36 pm IST)