રાજકોટ
News of Friday, 13th July 2018

કુદરતનો કરિશ્માઃ રાજકોટમાં ગઇરાત્રે માત્ર ૫ મીમી વરસાદમાં ....

આજીમાં ઘોડાપુરઃ ન્યારીમાં ૯ ફુટ ભાદરમાં ૨.૩૫ ફુટ નવુ પાણી

ન્યુ રાજકોટને ૧૨૦ દિવસની રાહત

રાજકોટ, તા. ૧૩ : છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના થોડા વિસ્તારો અને ખાસ તો દક્ષિણ ગુજરાતમાં આ વખતે મેઘરાજા વરસી રહ્યા છે. સૌરાષ્ટ્રના અમુક શહેરોમાં હજુ પણ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. ગઈકાલે દરિયાઈપટ્ટીના વિસ્તારોમાં સારો એવો વરસી ગયો હતો. દરમિયાન આવતીકાલે અષાઢી બીજનો પવિત્ર દિવસ હોય મેઘરાજા જરૂર વરસે તેવી લોકલાગણી છે ત્યારે હવામાન ખાતાએ સારા સમાચાર આપતા કહ્યું છે કે આવતીકાલ બપોર બાદ મેઘો મન મૂકીને વરસશે.

 

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે ૨૦ જુલાઈ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓછાવતા પ્રમાણમાં વરસાદ ચાલુ રહેશે. આવતીકાલે બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. આગામી ૪૮ કલાકમાં બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ સર્જાશે જેની અસર આવતા ત્રણેક દિવસોમાં જોવા મળશે. આજે પણ ઓછા વતા પ્રમાણમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દરિયાઈપટ્ટીના વિસ્તારોમાં વધુ સંભાવના છે.

દરમિયાન રાજકોટ શહેરમાં ગત સાંજથી ઝરમર વરસ્યા બાદ આજે સવારે પણ હળવો વરસાદ ચાલુ હતો. છેલ્લા ત્રણેક દિવસથી વાદળો છવાયેલા જોવા મળે છે.(૩૭.૮)

(11:48 am IST)