રાજકોટ
News of Friday, 13th July 2018

આગામી ર૪ કલાકમાં રાજકોટ શહેર-જીલ્લામાં ભારે વરસાદની ચેતવણીઃ સ્ટેન્ડ ટુના આદેશો

કલેકટરે આપેલી સુચનાઃ NDRFના ૩પ જવાનોનું આગમન

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટમાં આગામી ર૪ થી ૪૮ કલાકમાં શહેર-જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હોય કલેકટરે આજે સવારે શહેર-જીલ્લાના તમામ મામલતદારો-ડે. કલેકટરો અને ડીઝાસ્ટર ટીમને સ્ટેન્ડ ટુ રહેવા અને હેડ કવાર્ટર નહી છોડવા ચેતવણી આપી દિધી છે. સાધનોના ઉમેર્યા પ્રમાણે અપાયેલ ચેતવણીમાં રાજકોટ - શહેર - જીલ્લા ઉપર વરસાદી સીસ્ટમ મંડાઇ છે, ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

દરમિયાન રાજકોટ ઉપરાંત અન્ય કોઇ સ્થળે ભારે વરસાદ-પુરની સ્થિતીમાં રાહત-બચાવ કામગીરી સંદર્ભે નેશનલ ડીઝાસ્ટર રેપીડ ફોર્સની એક ટીમ રાજકોટ મોકલી દેવાઇ છે, આજે ૩પ જવાનોની ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને જીલ્લા - ડીઝાસ્ટર મેનેજમેન્ટ પાસેથી વિગતો મેળવી હતી. (પ-૧૬)

(11:46 am IST)