રાજકોટ
News of Thursday, 13th June 2019

રાજકોટ જીલ્લાના ૧રર ગામમાંથી ૧૪ હજારનું સ્થળાંતર ગીર સોમનાથમાં ૧ લાખ ફુડ પેકેટ મોકલતું કલેકટર તંત્ર

રાજકોટ કલેકટર તંત્રે ૧ લાખ ફુડ પેકેટ રવાના કર્યા તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહૂલ ગુપ્તાએ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજકોટ શહેર-જીલ્લામાંથી કુલ ૧૪ હજાર થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, અને જયાં સુધી સરકારમાંથી સુચના ન આવે ત્યાં સુધી સ્થળાંતર કરેલ લોકોને સ્કુલ-કોલેજો તથા અન્ય સ્થળોએ રખાશે.

તેમણે જણાવેલ કે આ ઉપરાંત ર૯૦૦ જેટલા પશુઓને પણ સલામત સ્થળે ખસેડી દેવાયા છે. જે સ્થળાંતર થયું તેમાં શહેરી વિસ્તારમાંથી ૭ હજાર લોકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૭ર૦૦ લોકોનો સમાવેશ થાય છે.

કલેકટરે ઉમેર્યું હતું કે ફુડ પેકેટ બનાવવાની કામગીરી ચાલુ જ છે, ગઇકાલે ગીર સોમનાથ તરફ ૧ લાખ ફુડ પેકેટ એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા, ડે.કલેકટર શ્રી જેગોડા દ્વારા રવાના કરાયા છે, અને જરૂર પડયે તેમ જે તે વિસ્તારમાં તંત્ર ફુડ પેકેટ મોકલશે.

(3:55 pm IST)