રાજકોટ
News of Thursday, 13th June 2019

સિવિલ હોસ્પિટલમાં ગૂલમહોરનું ઝાડ તૂટી પડ્યું

વાયુ વાવાઝોડાના ભય વચ્ચે આજે બપોરે રાજકોટમાં પણ તેજ પવન ફૂંકાયો હતો. એ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં વોર્ડ નં. ૧૦ની સામે મહાદેવના મંદિરવાળા કમ્પાઉન્ડમાં આવેલુ ગૂલમહોરનું ઝાડ મુળીયામાંથી ઉખડી ગયું હતું. આ વખતે નજીકમાં જ દર્દીના ત્રણ સગા જમવા બેઠા હતાં. જો કે સદ્દનસિબે કોઇને નુકસાન થયું નહોતું. સિકયુરીટી એજન્સીએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

(3:52 pm IST)