રાજકોટ
News of Thursday, 13th June 2019

પીપળીયા ગામ પાસે કારમાંથી કિશન અને સંજય દારૂની ૧ર બોટલ સાથે પકડાયા

રાજકોટ તા. ૧૩: કુવાડવા નજીક પીપળીયા ગામ પાસે કુવાડવા પોલીસે કારમાંથી દારૂની ૧ર બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ મથકના પી.એસ.આઇ. એમ. કે. ઝાલા તથા કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે પીપળીયા ગામ પાસે જી.જે. ૩સીઇ-૬૬૬૭ નંબરની ફોર્ડ કારને રોકી તલાશી લેતા તેમાંથી રૂ. ૪૮૦૦ની કિંમતની દારૂની ૧ર બોટલ મળી આવતા કારમાં બેઠેલા કિશન અશોકભાઇ સીપરીયા (ઉ.વ. ર૧) (રહે. મોરબી રોડ, વેલનાથપરા શેરી નં. ૧૩ મૂળ હડમતીયા) અને માધાપરના સંજય કાળુ જાતેલીયા (ઉ.વ. ૩૦) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

દારૂની છ બોટલ સાથે અક્ષય મુછડીયા પકડાયો

યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. એચ. જે. જાડેજા તથા હરપાલસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડન ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર પાસેથી જી.જે.૩ઇકે ૭૦૦૪ નંબરના એકસેસમાંથી દારૂની છ બોટલ સાથે અક્ષય કેશુભાઇ મુછડીયા (ઉ.વ.રર) (રહે. રૈયાધાર સ્લમ કવાર્ટર સામે) ને પકડી લીધો હતો.

વરલીના આંકડા લેતો કિશોર પકડાયો

થોરાળા પોલીસ મથકના એએસઆઇ બી. જે. જાડેજા તથા વિજયભાઇ મેતા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ચુનારાવાડ ચોક પાસે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમાડતો કિશોર દામજીભાઇ બગડાઇ (ઉ.વ. ૬૦) (રહે. હુડકો ચોકડી પાસે સીતારામનગર શેરી નં. ૮) ને પકડી લઇ રૂ. ૧,૦પ૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:45 pm IST)