રાજકોટ
News of Thursday, 13th June 2019

ન્યુ સાગર સોસાયટીમાં સ્યુસાઇડ નોટ લખીને પૂજા કોટકનો ફાંસો ખાઇ આપઘાત

'હું મારી જાતે પગલુ ભરૂ છુ' કોઇને હેરાન કરતા નહીં લખી યુવતીએ પગલુ ભર્યુ

રાજકોટ તા ૧૩  : કોઠારિયા રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં રહેતી લોહાણા યુવતીએ સ્યુસાઇડ નોટ લખી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર ન્યુુ સાગર સોસાયટીમાં રહેતી પૂજા રાજેશભાઇ કોટક,(ઉ.વ.૨૦) એ ગઇકાલે પોતાના ઘરે ઉપરના રૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. જાણ થતા ૧૦૮ ના ધનજીભાઇ પરમારે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવતીનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી, મૃતક પૂજા એકભાઇ અને એક બહેનમાં નાની હતી. આ અંગે ભકિતનગર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, તેમાં 'હું મારી જાતે પગલું ભરૂ છુ, કોઇને હેરાન કરતા નહીં' લખ્યું હતું. યુવતીએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તેનું કારણ જાણવા હેડ કોન્સ. સુર્યકાંતભાઇ  પરમારે તપાસ હાથ ધરી છે.

(3:45 pm IST)