રાજકોટ
News of Thursday, 13th June 2019

વાયુ આવે છે...વાયુ આવે છે...ના વાવડ વચ્ચે મઢી ચોકમાં વાનરનું આગમનઃ બાળકોને મોજ પડી ગઇ

કપીરાજે રામનગરમાં ઝાડ પરથી કેરીનો શ્વાદ માણ્યો બાદમાં છોટુનગર તરફ જતો રહ્યો

રાજકોટઃ આજે સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડુ ત્રાટકવાની આગાહી વચ્ચે ઠેર-ઠેર તંત્રની દોડધામ મચી હતી. વાયુ આવે છે...વાયુ આવે છે...ના વાવડ ઠેકઠેકાણે પહોંચી ગયા હોઇ લોકો સતેજ હતાં. આ વચ્ચે રૈયા રોડના હનુમાન મઢી પાછળ રામનગરમાં સવારે એક કપિરાજનું આગમન થયું હતું. આ વાનર પહેલા શંભુભાઇ પટેલના નિવાસે પહોંચ્યો હતો અને ડેલી પર થોડીવાર બેઠો હતો. ત્યાંથી નીચે ઉતરી કૂદાકૂદ કરતાં જોતજોતામાં લોકો એકઠા થઇ ગયા હતાં. ખાસ કરીને બાળકોને મોજ પડી ગઇ હતી. આ પછી આ કપીરાજ બાજુની રામનગર શેરીમાં એક ઘરે આંબાના ઝાડ પર પહોંચ્યા હતાં અને કેરીનો  સ્વાદ માણ્યો હતો. એ પછી છોટુનગર તરફ જતા રહ્યા હતાં. તસ્વીરમાં વાનર જોઇ શકાય છે. તેણે કોઇને નુકસાન પહોંચાડ્યું નહોતું.

(3:39 pm IST)