રાજકોટ
News of Thursday, 13th June 2019

પૂ. પારસમુનિ મ.સા. દ્વારા અહિંસા યાત્રા : ગોંડલ સંપ્રદાયના ક્ષેત્રોમાં પ્રભુ મહાવીરનો સંદેશ પહોંચાડયો

રાજકોટ, તા. ૧૩ :  ગોંડલ સંપ્રદાયના મહામંત્રી પ્રભાવિક પૂ. શ્રી જગદીશભાઇ મ.સા.ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ. શ્રી પારસમૂનિ મ.સા. તા. ર૧-૪ના શ્રી રામવાડી સ્થા. જૈન સંઘ ઘાટકોપર મુંબઇથી ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ-ગોંડલ, દાદા ડુંગરગુરૂ ગાદી ઉપાક્ષયમાં ચાતુર્માસ કલ્પ અર્થેવિહાર કરી વાપી, વલસાડ, મગોદ, નવસારી, સુરત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજપીપળા, માલસર, પોઇચા, સિનોર, વડોદરા ઁ કારતર્થી, બોરસદ, મણીલક્ષ્મીતીર્થ, સંસ્કાતીર્થ, ખંભાત, અગાસ, વડાલ, આણંદ, અમદાવાદ, નવકારતીર્થ, સાવત્થીતીર્થ, ધંધુકા, બોટાદ, પાળીયાદ, સર્વા રામદેવપીર મંદિર, વિંછીયા, આટકોટ, ઘોઘાવદર થઇને તા. ૧૭-પ ના ગોંડલ દાદા ડુંગર ગુરૂની ૧૯૮ મી પુણ્યતિથિમાં ઉપસ્થિત રહી નિશ્રા પ્રદાન કરી.

તા. ૧૭-પના પૂ. ભદ્રાભાઇ મ.સા. કાળધર્મ પામતા ઉગ્રવિહાર કરી ગોંડલથી રાજકોટ રોયલ પાર્ક સંઘમાં પધાર્યા. તા. ર૧-પ ગોંડલ વેસ્ટ સંઘ-રાજકોટ, તા. રર-પ ના નેમીનાથ વિતરાગ સંઘ-રાજકોટ, તા. ર૩-પથી વિહારયાત્રા સૌરાષ્ટ્રના ગોંડલ સંપ્રદાયના સંઘોમાં પ્રારંભ થતા જ ગોંડલ સંપ્રદાયના સર્વ સંઘોએ નવકારશી પ્રવચન, વિશેષ પ્રભાવના, સંઘ જમણ જેવા આયોજન કરી શ્રી સંઘમાં રર વર્ષના સંયમ પર્યાયમાં પહેલીવાર વર્ષો બાદ પૂ. ગુરૂદેવ પધારતા હોય આનંદ છવાયેલ સ્વયંભુ જાગૃતિ ગોંડલ-સંપ્રદાયના સર્વ સંઘોમાં આવેલ જયાં જયાં પૂ. ગુરૂદેવ પધારે ત્યાં ત્યાં નવકારશી, પ્રભાવના વગેરેના આયોજનો સ્વયંભુ થયા.

રાજકોટથી પડધરી, ધ્રોલ, ભુચર મોરી, જામનગર, પારસધામ, પૂ.ધનકુંવરબા મ.સા. ઉપાશ્રય, બેંક કોલોની સંઘ, કે.ડી. ઉપાશ્રય, લાલપુર, જામખંભાળીયા, મીઠાપુર, દ્વારકા, આરાધના ધામ (મોટીસિંહણ), દશાશ્રીમાળી જ્ઞાતિ લાણી સંસ્થા-જામનગર, રણુજા કાલાવડ (શીતલ), થોરાડા, ધોરાજી, પાટણવાવ, રાણાવાવ, ઉપલેટા, પોરબંદર, બળેજ તીર્થ માંગરોળ ચોરવાડ, વેરાવળ, ભાલકાતર્થી, પ્રભાસ પાટણ (સોમનાથ), પ્રાચીતીર્થ / પ૦૦૦ વર્ષ જુનો પારસપીપળો), દીવબંદર, અજાહરાપાર્શ્વનાથ, જગદગુરૂહીર વિજયસૂરિ સમાધિસ્થાન, ઉના, ખાંભા, ચલાલા, નેસડી, સાવરકુ઼ડલા, અમરેલી, બગસરા, સતાધાર, વિસાવદર, બિલખા, ધારી, પરબવાવડી, વડિયા, જેતપુર, વિરપુર, ગોમટા, થઇને તા. ર૩ ના ગોંડલ નગર પ્રવેશ પૂ. ગરુૂદેવ કરશે.

દાદાડુંગર ગુરૂની જન્મભૂમિ માંગરોળ અને દીક્ષાભૂમિ દીવ તેમજ ગુરૂપ્રાણની જન્મભૂમિ વાવડી, તપસમ્રાટ ગુરૂદેવ રતિલાલજી મ. સોહબે ૪પ ઘરના ગામ ખાંભામાં ઐતિહાસિક આઠ દીક્ષાઓ ૧૯૬૮માં આવેલ દ્વિતિયઆચાર્ય ભીમજી સ્વામી અને ચતૂર્થ આચાર્ય જેસંગજી સ્વામીએ જયાં અનશનવ્રતની આરાધના કરી પૂ. અંબાજી મહારાજે જયાં સાધનાઓ કરી અને અંતિમ અનશનની આરાધના કરી તે પાવન ભૂમિ એટલે પોરબંદર, આ સર્વ પવિત્ર ભૂમિના પરમાણુનો સંસ્પર્શ કરી પૂજય ગુરૂદેવ તા. ૩૦ના ગાદી ઉપાશ્રય ગોંડલમાં ભવ્યાતિભવ્ય પ્રવેશ કરશે.

(3:38 pm IST)