રાજકોટ
News of Thursday, 13th June 2019

સામા કાંઠે બની રહેલ પુષ્ટિમાર્ગીય હવેલીના ઉપલક્ષ્યમાં કાલથી પુષ્ટિ પંચામૃત મહોત્સવ

બાજપાઇ હોલમાં તા.૧૪ થી ૧૬ સુધી શ્રી કુંજેશકુમારજી કથાનુ રસપાન કરાવશેઃ નિત્યસત્સંગ બાદ વિવિધ મનોરથના દર્શનઃ વૈષ્ણવોને જાહેર નિમંત્રણ

રાજકોટ તા.૧૩: શહેરના પૂર્વ ગણાતા સામા કાંઠા વિસ્તારમાં બની રહેલ પુષ્ટિધામ હવેલી સંકુલના ઉપલક્ષ્યમાં કાલથી પંચામૃત મહોત્સવનું આયોજન થયુ છે.

'અકિલા'ખાતે વિગતો વર્ણવતા મહોત્સવ સમિતિના આગેવાનોએ જણાવેલ કે તા.૧૪ થી ૧૬ સુધી પેડક રોડ પરના અટલ બિહારી બાજપાઇ હોલ ખાતે આયોજીત પુષ્ટિપંચામૃત  મહોત્સવ દરમિયાન શ્રીકૃષ્ણકુમાર મહોદયશ્રીની પ્રેરણા અને પૂ.શ્રી કુંજેશકુમાર મહોધ્યશ્રી આચાર્યપીઠે બીરાજી દરરોજ બપોરે ૩ થી ૬ કથામૃતનું રસપાન કરાવશે.

નિત્ય સત્સંગ બાદ દરરોજ વિવિધ મનોરથોના દર્શન ખૂલ્લા મુકાશે. પુષ્ટિધામ હવેલી નિર્માણની વધાઇ મળતા રાજકોટ પૂર્વ વિસ્તારના વૈષ્ણવોમાં અનેરો આનંદ છવાયો છે.

દરમિયાન આગામી તા.૩૧-૮-૨૦૧૯ થી ૦૨-૧૦-૨૦૧૯ (વલ્લભીય વ્રજયાત્રા-લીલી પરિક્રમા) શ્રી વલ્લભધામ આચાર્ય પરિવાર દ્વારા (વલ્લભીય વ્રજયાત્રા ૨૦૧૯-લીલી પરિક્રમા)નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર વિશ્વમાંથી ૫૦૦૦ જેટલા વૈષ્ણવો સહભાગી થઇ ધન્યતા અનુભવશે. સમગ્ર વૈષ્ણવશ્રુષ્ટિને યાત્રામાંં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવાયુ છે.

તસ્વીરમાં અકિલા ખાતે વિગતો વર્ણવતા અરવિંદભાઇ પાટડીયા (મો.૯૩૭૪૫ ૭૧૪૦૦) સુરેશભાઇ રૈયાણી, હસુભાઇ પાટડીયા, (મો.૮૨૩૮૨ ૮૦૮૬૦) અરવિંદભાઇ ભેંસાણીયા, સુરેશભાઇ ફિચડિયા, મેહુલભાઇ ભગત, ધર્મેશભાઇ પારેખ, રાજેશ ગોરવાડીયા કેતનભાઇ પિત્રોડા નજરે પડે છે. (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

(3:35 pm IST)