રાજકોટ
News of Thursday, 13th June 2019

બિલ્ડર એસો. દ્વારા ફુડ પેકેટ વિતરણ

રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન દ્વારા વાવાઝોડાની અસરને ધ્યાને લઇ ૫૫૦૦૦ જેટલા ફુડ પેકેટો તાત્કાલીકનાં ધોરણે તૈયાર કરવામાં આવેલ. આ ૫૫૦૦૦ જેટલા ફુડ પેકેટમાં ૨૫૦૦૦ ફૂડ પેકેટ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન, ૨૫૦૦૦ ફૂડ પેકેટ કલેકટરશ્રી અને ૫૦૦૦ જેટલા ફુડ પેકેટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચાડવામાં આવેલ. આ ફુડ પેકેટ તૈયાર કરવા રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

(3:34 pm IST)