રાજકોટ
News of Thursday, 13th June 2019

વાયુ વાવાઝોડુઃ કલેકટરે દરેક ખાતાની જવાબદારી ફીકસ કરી

રાજકોટ તા. ૧ર :.. વાયુ વાવાઝોડુ સંદર્ભે રાજકોટ કલેકટરે ગત સાંજે મહત્વની બેઠક દરેક ખાતા સાથે યોજી હતી અને તેમાં જવાબદારી ફીકસ પણ કરી હતી.

* પુલ તુટે તો આર એન્ડ બીની ટીમો ધસી જશે.

* રોડ-રસ્તા તૂટે ભાંગી પડે તો આર એન્ડ બી અને વન વિભાગની ટીમો દોડી જશે.

* વાહન વ્યવહાર કોઇપણ ભોગે ચાલુ રહે તે માટે ૪ થી પ ખાતાને અધિકારીઓને જવાબદારી સોંપી છે.

* બેફામ વરસાદ પડે - ખેતી અને ખેતીની જમીનનું ધોવાણ થાય તો તાકીદે જે તે ગામમાં ખેતીવાડી અધિકારી દોડી જશે, અને સર્વે કરી જવાબદારોને રીપોર્ટ આપશે.

* ધોરાજી-ઉપલેટા-જેતપુર પંથકમાં પશુ હાની ન થાય તે માટે પશુઓને ઝાડની નીચે કે મકાનની નીચે ન રાખવા-ખુલ્લામાં રાખવા પણ કલેકટર આદેશો કર્યા હતાં.

(3:33 pm IST)