રાજકોટ
News of Wednesday, 12th June 2019

કારકીર્દીની નવી દિશા તરફનું ઉડાન એટલે ગ્રેસ કોલેજ

સતત ત્રણ વર્ષથી પરિણામમાં સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ ક્રમાંક મેળવતા વિદ્યાર્થીઓ

રાજકોટ : ગ્રેસ કોલેજ દ્વારા ધો.૧૨ પાસ વિદ્યાર્થીઓને બીકોમ, બીબીએ, બીએસએ, ઇન્ટીરીયર ડીઝાઇનનું શિક્ષણ તથા ગ્રેજયુએટ પાસ કરેલ વિદ્યાર્થીઓને એલએલબી જર્નાલીઝમ, પીજીડીસીએનું શિક્ષણ મળી રહે છે અને સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન છે. જૂન ૨૦૦૨મં સ્થાપના કરેલ અને એન.પી.વેકરીયા એજયુકેશનલ એન્ડ ચેરી. ટ્રસ્ટ સંચાલીત અને દોઢ એકર જગ્યામાં ફેલાયેલ ગ્રીસ કોલેજમાં વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સ્વયંશિસ્ત, માનવીના મુલ્યો તથા ઉચ્ચકક્ષાના શિક્ષણને મહત્વ અપાઇ છે. કોલેજમાં લેવાતી રેગ્યુલર પરીક્ષાઓ દરેક વિદ્યાર્થીઓના હાજરી રીપોર્ટ તેમજ અન્ય સુચનો દર મહિને વિદ્યાર્થીઓના ઘરે જાણ કરાઇ છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણ બાબતે જાગૃત રહે છે અને પરિણામ સારૂ લાવવામાં મદદરૂપ બને છે.

જર્નલીઝમ કોર્ષમાં મેવાયા એકતા (વર્ષ ૨૦૧૬-૧૭), વેકરીયા કિંજલ (૨૦૧૭-૧૮), ગોંડલીયા નિરાલી (૨૦૧૮-૧૯) તેમજ ઇન્ટીરીયર ડીઝાઇન કોર્ષમાં ભુવા રાજદીપ (ટીવાયબીએડ ૨૦૧૭-૧૮) પાનસુરીયા જહાનવી (એફવાય બીએડ ૨૦૧૮-૧૯) દુદકીયા હિતેશ (એસવાય બીએડ વર્ષ ૨૦૧૮-૧૯ સૌ.યુનિ.માં કમાંક મેળવેલ છે.

દરેક વિષયને લગતા પુસ્તકો અને મેગેઝીનોથી સજજ લાયબ્રેરી, આધુનીક કોમ્પ્યુટર લેબ તેમજ કોલેજ કેમ્પસમાં વાઇફાઇથી અભ્યાસ સાથે તેમજ અભ્યાસ પુર્ણ થયે પ્લેસમેન્ટ (નોકરી) સહાય વ્યવસ્થા અને માર્ગદર્શન તથા કોલેજની શૈક્ષણિક પ્રવૃતિ સાથોસાથ કોમર્સના વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વપુર્વ એવી ઉદ્યોગ સાહસિકતા તેમજ ઉદ્યોગો સ્થાપવા માટેનુ પાયાનુ માર્ગદર્શન આપતો સેમીનાર તથા અત્યાધુનીક ઉદ્યોગ સાહસિકતા અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.

ગ્રેસ કોલેજની દરેક પ્રવૃતિઓને સફળતાના ઉચ્ચ શિખર સુધી પહોચાડવા યુવાન ટ્રસ્ટી રોહીતભાઇ વેકરીયા, વિમલભાઇ વેકરીયા, પ્રિન્સીપાલ ઉર્વીબેન પોબારૂ કેમ્પસ ડાયરેકટર સંદિપભાઇ કોઠીયા કટીબધ્ધ રહે છે. કોલેજની પ્રવૃતિઓને અણધારી સફળતા અપાવવા દરેક ફેકલ્ટી મેમ્બર્સનો અભૂતપુર્વ સહયોગ બાબતે મેનેજીંગ ટ્રસ્ટી નરશીભાઇ વેકરીયા ગર્વ અનુભવે છે.

આવનારા દિવસોમાં ઔદ્યોગીક તેમજ ટેકનોલોજી ક્ષેત્રે ઉપસ્થિત થતાર વિકાસની તકોને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટ અને આઇટીઆઇના ક્ષેત્રે તજજ્ઞો દ્વારા જ્ઞાન તથા માહિતીસભર માર્ગદર્શન વ્યાખ્યાતાઓનું આયોજન કરી કોર્પોરેટ ક્ષેત્રે, બેકીંગ, ઇન્સ્યોરન્સ, નાણાકીય સંસ્થાઓ તથા ટેલીકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓમાં રોજગારીની તકો પુરી પાડવા માટે કેમ્પસ ઇન્ટરવ્યુ તેમજ વિવિધ ઔદ્યોગીક એકમોની મુલાકાત, વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેના માર્ગદર્શન વિદ્યાર્થીઓને પુરા પાડવામાં આવે છે. સૌ.યુનિ.ની અધ્યાપક તરીકેની લાયકાત ધરાવતા અનુભવી અને કાર્યદક્ષ અધ્યાપકોની ટીમે વિદ્યાર્થીઓના ઉત્કર્ષ ભવિષ્યની જવાબદારી પુર્ણ નિષ્ઠાથી સંભાળી રહ્યા છે.

(3:45 pm IST)