રાજકોટ
News of Wednesday, 12th June 2019

ગૌ તસ્કરી-હત્યાનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છેઃ કડક પગલા ભરોઃ આવેદન

રાજકોટ તા. ૧રઃ ભગવા સ્વયંસેવક સંઘે કલેકટરને આવેદન પાઠવી દિવસે ને દિવસે વધતી જતી ગૌ હત્યા અને ગૌ તસ્કરી બાબતેર રજુઆત કરી હતી.

આવેદનમાં જણાવેલ કે અમે જીવદયા પ્રેમી અને ગૌ સેવકો છીએ. પશુઓની કતલ કરવા માટે પાલીકા તંત્રની મંજુરી અને વેટરનીટી ડોકટરના પ્રમાણપત્રની જરૂર હોય છે. પરંતુ ગેરકાયદેસર થતી કતલમાં આવી કોઇ મંજુરી કે પ્રમાણપત્ર લેવામાં આવતા નથી. જેના હિસાબે આ ગૌ તસ્કરી અને ગૌ વંશની હત્યાનું અને હાડ માંસ અને ચામડાનું ગેર કાયદેસર વેચાણ દિવસે ને દિવસે વધતું જાય છે.

પશુ ચોરી કરતી ટોળકી દ્વારા ગૌ વંશ સહિતના પશુઓ ચોરી કરી આવા ગેરકાયદેસર ચાલતા કતલ ખાનાના સંચાલકો આ પશુની કતલ કરે છે માત્ર ચોરી કરી મેળવાયેલા પશુઓની જ ચોરી થાય છે તેવું નથી પરંતુ વહુકી ગયેલા અશકત પશુઓ ગૌ વંશો તેમજ વૃધ્ધ થયેલ ગૌ વંશને માલધારીઓ પાસેથી સસ્તી કિંમતે ગૌ વંશ અને અન્ય પશુઓ ખરીદી કરી લેવામાં આવે છે. બાદમાં તેને કતલ ખાને ધકેલી દેવામાં આવે છે.

આથી આ બાબતે કલેકટરશ્રી તાકિદે કડક પગલા ભરે તેવી માંગણી ભગવા સ્વયંસેવક સંઘે આપેલ આવેદનમાં કરી હતી.

(3:43 pm IST)