રાજકોટ
News of Wednesday, 12th June 2019

રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ- સી.એમ.પૌષધશાળા ખાતે ફ્રી મલ્ટી સ્પેશ્યાલીટી નિદાન કેમ્પ સંપન્ન

રાજકોટઃ જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝ જીઓ પ્રેરિત શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટ સંઘ- સી.એમ.પૌષધશાળા, જીઓ યુવા મહા સંઘ- રાજકોટ અને જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ તથા એચ.સી.જી. હોસ્પીટલ દ્વારા આયોજીત  ''ફ્રી મલ્ટી સ્પેશ્યાલીટી નિદાન કેમ્પ'' શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ- સી.એમ.પૌષધશાળા ખાતે રાખવામાં આવેલ હતો. ''ફ્રી મલ્ટી સ્પેશ્યાલીટી નિદાન કેમ્પ''માં પેટ- આંતરડા તથા લીવરનાં રોગનાં નિષ્ણાંત ડો.મુકુંદ વિરપરિયા, હાડકાનાં રોગનાં નિષ્ણાંત ડો.મિતલ દવે, કેન્સર સર્જરીનાં નિષ્ણાંત ડો.પ્રશાંત વણઝર, ટી.બી.સ્વાઈન ફલુ, ન્યુમોનીયા, શ્વાસ, ફેફસા અને એલર્જી રોગનાં નિષ્ણાંત ડો.નીરજ મહેતા, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને સ્પાઈન સર્જનના નિષ્ણાંત ડો.વિવેક પટેલ, હદય રોગ તથા બાયપાસ સર્જરીનાં નિષ્ણાંત ડો.આમીર કાઝમી, ઈમરજન્સી મેડીસીનનાં નિષ્ણાંત ડો.ધર્મેશ ભટ્ટી તથા ન્યુરો સર્જનનાં નિષ્ણાંત ડો.અંકુર પાયાણી ઉપસ્થિત રહી નિદાન કરેલ હતુ.

જીઓ સૌરાષ્ટ્રના ચેરમેન તથા શ્રી રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠ તથા ટ્રસ્ટી અશોકભાઈ મોદી, ટી.આર.દોશી, સુરેશભાઈ કામદાર વિગેરે તથા ડો.નિરજભાઈ મહેતા, ડો.વિવેકભાઈ પટેલ, ડો.ધર્મેશભાઈ ભટ્ટી વિગેરેએ દીપ પ્રાગટય કરીને કેમ્પનું મંગલ ઉદ્ઘાટન પૂ.ગાદીપતિજીના માંગલીક સાથે કરેલ હતું.

(3:42 pm IST)