રાજકોટ
News of Wednesday, 12th June 2019

ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ત્રણ લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા.૧૨: ચેક રીટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા તથા રૂ.૩,૦૦,૦૦૦/ નુ વળતર ચુકવવાનો રાજકોટની કોર્ટે હુકમ કયો હતો.ઁ

આ કામમાં ફરીયાદની ટુંકમાં વિગત એવી હતી કે આ કામના ફરીયાદી પ્રશાંતભાઇ ગોરધનભાઇ લુણાગરીયા, રહે. પટેલ વિહાર રેસ્ટોરન્ટ સામે, કુવાડવા રોડ, નવાગામ પાસે, રાજકોટ તથા આ કામના આરોપી કિરીટભાઇ જી.કોઠીયા, રહે.ચંદ્રેશનગર, માયાણી ચોક, રાજકોટ બંને વર્ષો જુનો મિત્રો હોય. અને આ કામના આરોપી કિરીટભાઇ જી.કોઠીયાને નાણાંની જરૂરીયાત ઉપસ્થિત થતા આ કામના ફરીયાદી પ્રશાંતભાઇ પાસે રૂ.૩,૦૦,૦૦૦/ હાથ ઉછીના લીધેલ હોય જે રકમની માંગણી પ્રશાંતભાઇ દ્વારા કરવામાં આવતા કિરીટભાઇ કોઠીયાએ ફરીયાદી પ્રશાંતભાઇને એસ.બી.આઇ. બેંકનો રૂ.૩,૦૦,૦૦૦/ નો ચેક આપેલ હતો.

ચેક પ્રશાંતભાઇએ પોતાની બેંકમાં રજુ કરતા 'ફન્ડ ઇન સફિશ્યન્ટ'ના શેરા સાથે ચેક રીર્ટન થયેલ હતો. જેથી પ્રશાંતભાઇએ તેઓના વકીલશ્રી મારફત કિરીટભાઇને નોટીસ પાઠવેલ. પરંતુ કિરીટભાઇએ લેણી રકમની પૈસાની ચુકવણી ન કરતા પ્રશાંતભાઇએ તા.૯/૧૦/૨૦૧૭ના રોજ કિરીટભાઇ જી.કોઠીયા વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ ૧૮૮૧ની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ હતી.

ત્યારબાદ ઉપરોકત કેસમાં ફરીયાદી તથા અન્ય રજુ થયેલ લેખીત પુરાવાઓ તથા ફરીયાદી તરફેની દલીલો ધ્યાને લઇ નામ. ત્રીજા એડી.ચીફ જયુડી.મેજી.શ્રી એન.એચ.વસવેલીયાએ તા.૪-૬-૨૦૧૯ના રોજ આ કામના આરોપી કિરીટભાઇ જી.કોઠીયાને ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના ગુના સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તેમજ ફરીયાદી પ્રશાંતભાઇને વળતર પેટે રૂ.૩,૦૦,૦૦૦/ દિન-૬૦માં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં ઉપરોકત ફરીયાદી વતી એડવોકેટ જીતેન્દ્રસિંહ પરમાર અને ખોડુભા સાકરીયા રોકાયેલા હતા.

(3:39 pm IST)