રાજકોટ
News of Wednesday, 12th June 2019

સદરબજારમાં ઘોડીપાસાનો જુગાર રમતા છ પકડાયા

જાહીદ એરડીયા, રફીક શેખ, મહેબુબ ચૌહાણ, જુસબ ખેરાણી, જાકીર કાદીર અને ઇરફાન ઠાસરીયાની ધરપકડ

રાજકોટ તા.૧ર : સદર બજાર દુર્ગેશ હોટલ પાસે પ્રનગર પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ઘોડીપાસાનો જુગાર રમતા ૬ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ સદર બજારમાં આવેલી દુર્ગેશ હોટેલ પાસે કેટલાક ર્શખ્સો જુગાર રમતા હોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ. અરવિંદભાઇ તથા હેમેન્દ્રભાઇને મળેલી બાતમીના આધારે પીએસઆઇ ઓ.પી. સીસોદીયા, હેડ કોન્સ. અરવિંદભાઇ, અશોકભાઇ ઇકબાલ, જયદીપભાઇ, હેમેન્દ્રભાઇ તથા મનજીભાઇ સહીતે દરોડો પાડી ઘોડી પાસાનો જુગાર રમતા બાબરીયા કોલોનીમાં રહેતો જાહીદ હુશેનભાઇ એરડીયા, કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાસે રહેતો મહેબુબ અબુભાઇ ચોહાણ, ભીલવાસના રફીક હાસમભાઇ શેખ, જુસબ દોસમહંમદ  ખેરાણી, ઇરફાન નઝીરભાઇ ઠાસરીયા, અને સદર બજારમાં રહેતો ઝાકીર કાદરમીયા કારદીને પકડી લઇ રૂ.૧૧,૩૦૦ી રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:35 pm IST)