રાજકોટ
News of Wednesday, 12th June 2019

રાણપરા મંત્રજાપ પરિવાર દ્વારા માઁ ભદ્રકાળી માતાજીનો રવિવારે ભવ્ય આંનંદોત્સવ:શનિવારે રાત્રે સમૂહ મંત્રજાપ

રવિવારે સવારે દિવ્ય વરણાંગી :સાંજે માતાજીનો અન્નકૂટ અને રાસગરબા બાદ મહાઆરતી

રાજકોટ તા;11 રવિવારે રાણપરા પરિવારના કુળદેવી શ્રી ભદ્રકાળી માતાજીનો ભવ્ય આનંદોત્સવ ઉજવનાર છે રાણપરા મંત્રજાપ પરિવાર દ્વારા માતાજીના આશીર્વાદ સાથે માઇભક્તોના સહયોગથી માતાજીના મંત્રજાપ,ગરબા થાળ,આરતી અને માઁ ના ગુણગાનનો એક દાયકો પૂર્ણ કરાયો છે આ નિમિતે શનિવાર રાત્રે સમુહમત્રજાપ સાથે આનંદોત્સવપ્ રારંભ થશે

   અકિલા કાર્યાલય ખાતે રાણપરા મંત્રજાપ પરિવારના સારથિઓએ વિગતો આપતા જણાવેલ કે આગામી તા;16ને રવિવારે માં ભદ્રકાળી માતાજીનો ભવ્ય આનંદોત્સવ શ્રી રણછોડદાસ કોમ્યુનિટી હોલ જલજીત હોલ સામે બોલબાલા માર્ગ પર શ્રી ભદ્રકાળી ધામમાં શનિવારે રાત્રે સમૂહ મંત્રજાપ સાથે પ્રારંભ થશે

  વધુમાં જણાવ્યું હતું કે રવિવારે સવારે માતાજીની દિવ્ય વરણાંગી ભદ્રકાળીધામથી નીકળી રાસગરબાની રમઝટ સાથે માં ભદ્રકાળીધામ પરત ફરશે બપોરે 4 વાગ્યે માતાજીનો ભવ્ય અન્નકૂટ અને રાસગરબા યોજાશે ત્યારબાદ સાંજે 7-30 વાગ્યે મહા આરતી થશે છે જેમાં સમસ્ત રાણપરા પરિવાર લાભ લઇને ધન્યતા પ્રાપ્ત કરશે બાદમાં મહાપ્રસાદ રાખેલ છે

  રણછોડદાસ કોમ્યુનિટી હોલ વિભાગ ન,2માં ભદ્રકાળી ધામમાં યોજાનારા માઁ ભદ્રકાળી માતાજીનો આનંદોત્સવનો લાભ લેવા અનુરોધ કરાયો છે

  આ કાર્યક્રમને સફળ બનાવવા સંદીપ રાણપરા,જીજ્ઞેશ રાણપરા,સંજય રાણપરા ,પિયુષ રાણપરા,બિપિન રાણપરા,અશ્વિન રાણપરા,ચંદ્રેશ રાણપરા,હિતેશ રાણપરા,સુરેશભાઈ રાણપરા,રતિલાલ રાણપરા રશ્મિનભાઈ,અજયભાઇ,પરેશભાઈ અને રાજુભાઈ કર્ણાવતી સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે

(12:01 pm IST)