રાજકોટ
News of Wednesday, 12th June 2019

' નવરંગ'ની બાઇકયાત્રા : ૬૦ ગામોમાં પ્રકૃતિ-સંદેશ

૩૦ પ્રકૃતિ પ્રેમીઓ જોડાયાઃ પાણી-પક્ષી બચાવો, વૃક્ષો વાવો અભિયાનઃ ગામેગામ ઉત્સાહઃ ગામોમાં ઘર આંગણે ૨૦ હજાર ફળાઉ વૃક્ષો ઉછેરાશે.

રાજકોટ : નવરંગ નેચરલ કલબ અને આહિર એકતા મંચ ગુજરાતના સંયુકત ઉપક્રમે તા. ૮-૬-૨૦૧૯ થી તા ૭-૬-૨૦૧૯  દરમ્યાન રાજકોટથી ભાણવડ (કાલાવડ, લાલપુર, ભાણવડ, જામજોધપુર) સુધીની બાઇક રેલીનું આયોજન કરેલ, તા. પ-૬-૨૦૧૯ ના રોજ  કે.કે.વી. રાજકોટથી સવારે ૮.૦૦ કલાકે કમેલીએ પ્રસ્થાન કરેલ, ત્યાંથી આ બાઇક રેલી ઇશ્વરીયા ખાતે આવેલ મોદી સ્કૂલ પર ગયેલ, ત્યાં વરસાદી પાણી ધરતીમાં ઉતારવાની વિવિધ ણધ્ધતિઓ વિષે જાણકારી મેળવી બાદ કાલાવડ રોડ પર આવેલ દેવગામ વન વિસ્તરણ વિભાગની નર્સરીની મુલાકાત લઇ વિવિધ રોપાની જાણકારી અને વેચાણ વ્યવસ્થા કેવી રીતે થાય છે તેની માહીતી વન વિભાગના કર્મચારી પાસેથી મેળવી, બાદ મોટા વડાળાના પાટીયા પાસે રામવાડી નર્સરીની મુલાકાત લીધી ત્યાં દેશી પપૈયા, વિવિધ શાકભાજીના રોપા અને ફળાઉ રોપાનું વેચાણ થાય છે. તેની માહીતી અને ખારેકના વૃક્ષોની ખેતી જોઇ બાદ કાલાવડ ખાત બાઇક રેલી પહોંચતા કાલાવડના મિત્રો મોટી સંખ્યામાં રેલીનું સ્વાગત કર્યુ અને સભામાં વૃક્ષો વિષેની માહીતી અનેે પોતાના ત્રણ ખેતરના સેઢે ખાડો કરી વરસાદી પાણી ઉતારતા શ્રી હરીભાઇ દોંગા એ માહીતી આપી તેઓએ જણાવેલ કે દરેક ખેડુતોએ પોતાના ખેતરના એક ખુંણા ઉપર સોસ ખાડો કરવો જોઇએ, જેથી વરસાદનું પાણી ધરતીમાં ઉતરી જાય, બાદ લાલપુર આહીર સમાજની વાડી ખાતે રાત્રી રોકાણ લાલપુર, બીજા દિવસે સવારે ભાણવડ જતા રસ્તામાં આવતા ગામોના લોકોને મળેલ, ભાણવડ તાલુકામાં ફળાઉ રોપોની બે નર્સરી અને લાલપુર ભાણવડની વન વિસ્તરણ વિભાગની નર્સરીની મુલાકાથ લીધી. ભાણવડ ખાતે ત્રિવેણી સંગમ પાસે ૩૦૦ વડ, પીપર, લીમડાના મોટા ઁઝાડ જોવા ગયેલ.  આ વૃક્ષો ભાણવડના શિવ ભકતોએ ૧૯૯૪ ની સાલથી વાવવાની શરૂઆત કરેલ, બાદ પ્રાચિન ધુમલી ગામે જઇ લોકોએ ફળીયામાં ખુબજ વૃક્ષો વાવેલ છે. રાત્રી રોકાણ ભાણવઙ

બાદ કપુરડી નેશ ખાતે આવેલ આંબાના બે મોટા બગીચા જોવા ગયેલ, ત્યાં આંબાના બગીચાના માલીક હમિરભાઇ રાવલીયાના કહેવા મુજબ ભાણવડ, જામજોધપુર, લાલપુર, ખંભાળીયા, કુતીયાણા, કલ્યાણપુર અને પોરબંદર તાલુકાના વિસ્તારોમાં કલમી આંબા સારી રીતે ઉછરી શકે છે. જે લોકો  પોતાના ફળીયામાં કલમી આંબા અને અન્ય ફળાઉ વૃક્ષો વાવતા થાય તો ગામ હરીયાળા બને અને ઘર વપરાશના પાણીથી ઝાડ ઉછરી શકે. લોકોને ઘર બેઠા ફળ મળે તેથી આ સાત તાલુકામાં વીસ હજાર ફળાઉ રોપાનું આગામી ચોમાસામાં રહત દરે નવરંગ નેચ કલબ રોપ વિતરણ કરશે. બાદ જામજોધપુર તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઇ ત્રીજા દિવસે બાઇક રેલી સાંજે રાજકોટ આવી ગયેલ.આ બાઇક રેલીનો રૂટ ૧૫૦ કિ.મી.નો હતો કુલ ૬૦ ગામોની મુલાકાત લીધી, બાઇકના કુલ ૩૦ વ્યકિતઓ ૪૨ ડીગ્રી ગરમીમાં ઉત્સાહભેર ભાગ લીધો ( આને દેશ સેવા કહેવાય)

આવી રેલીઓથી લોકોમાં વૃક્ષો વાવવાનો અને વરસાદી પાણી ધરતીમાં ઉતારવાનો ઉત્સાહ વધારી શકાય છે અને પોતપોતાના વિસ્તારમાં વૃક્ષો વાવતા લોકોને મળી તેનો ઉત્સાહ અમોએ વધારવાનું કામ કરેલ

(3:54 pm IST)