રાજકોટ
News of Wednesday, 12th June 2019

નો એન્ટ્રી (પ્રવેશ બંધ) તથા ફકત પ્રવેશના બોર્ડ ગુજરાતી અને અંગ્રેજીમાં મુકાવોઃ ડો. જૈમન ઉપાધ્યાય

રાજકોટ, તા. ૧૧ :. શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા રાજકોટ મહાનગરપાલિકા તેમજ પોલીસ કમિશ્નર સતત કામગીરી કરી રહી છે. જેથી ટ્રાફીકના સુઆયોજન નિયમન માટે ઘણા રોડ-રસ્તા, વન-વે (પ્રવેશ બંધ) તેમજ ફકત પ્રવેશ કરવામાં આવ્યા છે.

પરંતુ ઘણા વન-વેમાં વ્યવસ્થિત ગુજરાતી તેમજ અંગ્રેજીમાં બોર્ડ ન હોવાને કારણે શહેરીજનો તેમજ પ્રવાસીઓ વિના કારણ દંડાય છે. કયાંક -કયાંક નો-એન્ટ્રીમાં અધવચ્ચેથી કોઈ શેરી મળતી હોય તો ત્યાં પણ જમણી બાજુ તથા ડાબી બાજુ પ્રવેશબંધ છે અથવા તે બાજુ વાળવાની મનાઈ છે. તેવા બોર્ડ પણ ઘણી જગ્યાએ જોવા મળતા નથી તો આવા બોર્ડ ગુજરાતી-અંગ્રેજી ભાષામાં તાત્કાલીક મુકી ટ્રાફિકનું નિયમન સુવ્યવસ્થીત થાય અને કારણ વગર શહેરીજનો અને પ્રવાસીઓ કાયદા ભંગનો ભોગ ન બને તે જરૂરી છે તેમ પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જણાવ્યુ છે.

(4:22 pm IST)