રાજકોટ
News of Wednesday, 13th June 2018

રાજકોટમાં વીજ તંત્રના ''ATM''બંધઃ હજારો લોકો બીલ ભરવામાં હેરાન-પરેશાનઃ ''બારી''ઓ વધારોઃ માંગણી

દરેક સબ ડિવીઝનમાં બીલ ભરવામાં એક જ બારી હોઇ કલાકો સૂધી લાઇનમાં ઉભા રહેવુ પડતુ હોવાની ફરિયાદો... : ધોમતાપમાં સેકાતા લોકોઃ અધીકારીઓને કાંઇ પડી નથીઃ ચાર સ્થળે ''ATM'' બંધ કરી દેવા પડયા...

રાજકોટ તા.૧૩ : રાજકોટમાં વીજતંત્ર દ્વારા ''ATM'' મશીન દ્વારા પણ વીજબીલનું પેમેન્ટ લેવાતું, જેમાં ચેક અને રોકડા બંને દ્વારા ગ્રાહકો પેમેન્ટ કરી શકતા, લોકોનો માત્ર પ મીનીટમાં વારો આવી જતો, પરંતુ વડોદરામાં કંઇક ફોલ્ટ કે કહેવાતો ફોડ થયો અને વીજતંત્રમાં નાણા જમા નહી કરાવાતા રાજકોટ સહિત રાજયભરમાં વીજતંત્રે ''ATM'' દ્વારા નાણા સ્વીકારવાનું બંધ કરી દિધુ છે. અને તેના પરિણામે રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં જયાં ''ATM'' બંધ થયા તે સ્થળોએ સેંકડો-હજારો લોકોને બીલ ભરવામાં ભારે પરેશાની ભોગવવી પડતી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે.

વીજતંત્રની બલીહારીએ છે  કે, વડોદરામાં થયેલા ફોડને કારણે ''ATM'' બંધ કરી દિધા પરંતુ સબ ડિવીઝનોમાં બીલ અને અન્ય પેમેન્ટ માટે આવતા ગ્રાહકો માટે બારીઓ ન વધારી પ્રમાણે દરરોજ સેંકડો લોકોને ધોમધખતા તાપમાં સેકાવાનો વારો આવે છે., હાઇલેવલ અધીકારીઓને પોતાના ગ્રાહકોની કાંઇ પડી જ નથી તેવો તાલ સજાર્યો છે, લોકોએ બારીઓ વધારવા વ્યાપક માંગણી કરી છે, એમડીશ્રી તાકિદે સુચના આપે અને લોકોને કલાકો સુધી લાઇનમાંથી ઉભા રહેવું પડતું હોય તેમાંથી છુટકારો અપાવે તેવી માંગણીઓ ઉઠી છે. આ બાબતે ઉચ્ચ ઇજનેરોનું ધ્યાન દોરાયું છે, ખાસ કરીને બીલ ભરવામાં મોટી ઉંમરના લોકો વધુ હોય છે, તે બાબતે વિચારવુ જરૂરી બન્યું છે.(૬.૨૧)

(3:51 pm IST)