રાજકોટ
News of Wednesday, 13th June 2018

કોર્પોરેશન દ્વારા રII વર્ષમાં ૪ર૧પ આવાસો બનાવાયાઃ કિરણબેન સોરઠીયા

રII વર્ષનાં કાર્યકાળનાં લેખા-જોખા રજૂ કરતાં હાઉસીંગ સમિતિ ચેરમેન

રાજકોટ તા. ૧૩ :.. મ્યુ. કોર્પોરેશનની હાઉસીંગ સમિતિનાં ચેરમેન કિરણબેન સોરઠીયાએ તેઓનાં રII વર્ષનાં કાર્યકાળ દરમિયાન કુલ ૪ર૧પ આવાસો બનાવાયાનું એક યાદીમાં જણાવ્યું છે.

તેઓએ વિસ્તૃતમાં જણાવ્યું છે કે, ર૦રર સુધીમાં દરેકને ઘરની યોજનાની અમલવારી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે જેમાં અમારા કાર્યકાળ દરમ્યાન અંદાજીત પ૮૭.૬૪ કરોડના આવાસનું આયોજન કરેલ તથા સોંપેલ તેમજ રાજકોટ મહાનગરપાલિકાને અંદાજીત લેન્ડ પ્રીમીયમ તરીકે ૧૭૦ કરોડ જેવી રકમ મંજૂર થયેલ.

પ્રધાન મંત્રી આવાસ યોજના અનટેનેબલ સ્લમ રીકોલેશન અંતર્ગત કુલ ૩૭૩૪ આવાસ યોજનાના કવાર્ટર રૂ. ર૩૬ કરોડના ખર્ચે લાભ મળવાનો છે જે પૈકી  ૩૩૪ આવાસની કામગીરી પુર્ણ થયેલ છે બાકીના આવાસની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત આશરે ૬૦૦૦ જેટલા આવાસોનું આયોજન કરેલ છે જે પૈકી ૪ર૧પ (ઇ.ડબ્લ્યુ. એસ.-ર૦૭૩, એલ. આઇ. જી.-ર૧૪ર) કુલ મકાન કોમ્પ્યુટર દ્વારા ડ્રો કરી અને લોકોને ફાળવવામાં આવેલ છે. જે પૈકી ૧૭૩૬ આવાસ ૭૬ કરોડના ખર્ચે હાલ બની રહ્યા છે.

આ ઉપરાંત અરવિંદભાઇ મણીયાર ર૦૮ ફલેટ હોલ્ડર્સ એસોસીએશનના હેઠળ જુના આવાસોનું પુનઃ નિર્માણ, પુનઃ વિકાસ અંગે ગૃહ નિર્માણ નીતિ ર૦૧૬ અંતર્ગત ફલેટ હોલ્ડર્સ એસોસીએશનને ડેવલોપ કરવા માટે ધોરણસર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એજન્સીની નિમણુંક કરવામાં આવેલ છે. આ અન્વયે હયાત આવાસ લાભાર્થીઓને ૪૦ ટકા મોટું આવાસ વિનામુલ્યે મળવા પાત્ર બનશે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝૂપડપટ્ટી (મચ્છુનગર) વિસ્તારને પુનઃ વસન કરવા માટેની પી. પી. પી. પોલીસી ર૦૧૩ અંતર્ગત ધારા ધોરણસર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એજન્સીની નિમણુંક કરવામાં આવેલ છે  આ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાને લેન્ડ પ્રીમીયમ તરીકે  ૩૦.૧ર કરોડ મંજૂર થયેલ  છે. આ અન્વયે પુનઃ વસનની કામગીરી પુર્ણ  કરી આવાસોની સોંપણી કરવામાં આવેલ છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝુપડપટ્ટી (હિંગળાજનગર-૧) વિસ્તારને પુનઃવસન કરવા માટેની પી.પી.પી. પોલીસી ર૦૧૩ અંતર્ગત ધારા ધોરણસર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એજન્સીની નિમણૂંક કરવામાં આવેલ છે. આ અન્વયે રાજકોટ મહાનગર પાલિકાના લેન્ડ પ્રિમીયમ તરીકે ૪૦.પ૦ કરોડ મંજુર થયેલ છે.

પ્રધાનમંત્રીની આવાસ યોજના અંતર્ગત ઝુપડપટ્ટી (હિંગળાજનગર-ર) વિસ્તારને પુનઃવસન કરવા માટેની પી.પી.પી. પોલીસી ર૦૧૩ અંતર્ગત ધારા ધોરણસર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એજન્સીની નિમણૂંક કરવામાં આવેલ છે. આ અન્વયે રાજકોટ મહાનગર પાલિકાને લેન્ડ પ્રીમીયમ તરીકે ૧૦૦ કરોડ મંજુર થયેલ છે.

હાલ નવી આવાસ યોજના (મુખ્યમંત્રી ગૃહ યોજના) આવાસના હપ્તા એડવાન્સમાં લેવામાં આવતા હોય જે લાભાર્થી પાસે આઇ.ટી. રીટર્ન ન હોય તેમ છતાં સરકાર/પ્રાઇવેટ બેંકો દ્વારા આવાસના લાભાર્થીઓને લોન આસાનીથી મળીશ કે તે માટે મહાનગર પાલિકા સાથે બેંકોનું જોડાણ કરવામાં આવેલ છે તેમજ લોકોને લાભ મળી રહે તે માટે ૪૬ એડવોકેટની પેનલ બનાવી અને દસ્તાવેજની પ્રક્રિયામાં જે મોટો ખર્ચ થતો તે માત્ર રૂ. ૧૦૦૦/-માં કરી આપવામાં આવે છે. જયારે સફાઇ કામદાર આવાસ યોજના અંતર્ગત કુલ પ૦પ આવાસોનો ડ્રો કરવામાં આવેલ છે અને સોપણી કરેલ છે. તેમજ આવાસ યોજના અંતર્ગત જુની આવાસ યોજનામાં કુલ ર૧૮પ લાખ રૂપિયા (દંડ/વ્યાજ)ની વસુલાત કરવામાં આવેલ છે તેમજ મુખ્યમંત્રી આવાસ યોજનામાં કુલ ૧ર૧૯૦ લાખ રૂપિયાની વસુલાત કરવામાં આવેલ છે તેમ યાદીના અંતે જણાવ્યું છે. 

(3:44 pm IST)