રાજકોટ
News of Wednesday, 13th June 2018

આદતોનું મૃત્યુ થાય ત્યારે અણગારનો જન્મ થાયઃ પૂ.નમ્રમુનિ મ.સા. સબંધો કે સ્વજનો કાયમ સાથે રહેવાવાળા નથીઃ પૂ.જિનવરાજી મ.સ.

નેમિનાથ - વીતરાગ સ્થા. જૈન સંઘમાં રાષ્ટ્રસંતની પાવન પધરામણી

 રાજકોટઃ તા.૧૩,આજરોજ   બુધવારે પાખીના પવિત્ર દિવસે  નેમિનાથ - વીતરાગ જૈન સંઘમાં રાષ્ટ્ર સંત પૂ.નમ્ર મુનિ મ.સા.નું સવારના ૭:૧૫ થી ૮:૧૫ જાહેર પ્રવચન યોજાયેલ.

પૂ.નમ્ર મુનિ મ.સાહેબે શ્રી ઉવસગહરં સ્તોત્રથી કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરાવેલ. સંઘપ્રમુખ ભરતભાઈ દોશીએ ચતુર્વિધ સંઘનું સ્વાગત કરેલ.નેમિનાથ - વીતરાગ સંઘના કામદાર પરિવારની સુપુત્રી પૂ.પરમ જિનવરાજી મ.સ.એ કહ્યું કે સંસારના સબંધો અને સ્વજનો કાયમી રહેવાવાળા નથી.શો ની દુનિયા છોડી સ્વની દુનિયામાં વસવા સાધક બન્યાં છીએ.

 આ અવસરે પૂ.પિયુષ મુનિજી, પૂ.ચેતન મુનિજી, પૂ.વિનમ્ર મુનિજી, પૂ.પવિત્ર મુનિજી તથા શાસન ચંદ્રિકા પૂ.હીરાબાઈ મ.સ.ના સુશિષ્યા  પૂ.પલ્લવીબાઈ - પ્રસન્નતાજી આદિ સતિવૃંદની પ્રેરક ઉપસ્થિતિ હતી.

પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે ફરમાવ્યુ કે જેવી રીતે સમયાંતરે ઉપાશ્રયોનું રીનોવેશન થાય છે તેમ ઉપાસકોનું પણ રીનોવેશન થવું જોઈએ.આદતોનું જયારે મૃત્યુ થાય ત્યારે અણગારનો જન્મ થાય છે.કામ એવા કરો કે ઈતિહાસકારો યાદ કરે.ત્યાગીનો ઈતિહાસ અને ભોગીનો ભૂતકાળ લખાય છે.વધુમાં પૂ.ગુરુદેવે શ્રાવકો અને સંતોનો તફાવત બતાવતા ફરમાવ્યુ કે શ્રાવકો અનેકવાર કહે ત્યારે એકા'દ વખત કાર્ય થાય જયારે સંતો એક વાર કહે અને અનેકોનેક સદ્ કાર્ય થઈ જતા હોય છે. વચન સિદ્ઘ બનવું હોય તો કયાંય પણ ખોટી વાત કરવી નહીં અને કોઈને ખોટું લાગે એવા કામ કરવા નહીં. જીવનમાં સ્વયંનું સાંભળતા શીખો. સંતના દર્શનથી સંત બનવાના ભાવ થવા જોઈએ. વિનય અને વિવેકનો મર્મ દ્રષ્ટાંત સાથે સમજાવ્યું કે પકડે એનું પરીભ્રમણ થાય છે , મૂકે તેનો મોક્ષ થાય છે. પ્રવચન મધ્યે નેમિનાથ - વીતરાગ સંઘે પૂ.ગુરુદેવને કામળી વ્હોરાવેલ. નવકારશીના દાતા અલકેશભાઈ ગોસલીયા, પ્રવિણચંદ્ર શાંતિલાલ મહેતા, માતુશ્રી અનસુયાબેન મનસુખલાલ મહેતા, નીતાબેન નરેન્દ્રભાઈ શાહ તથા માતુશ્રી ઈન્દિરાબેન અનંતરાય કામદાર વગેરે દાતાઓનું શ્રી ઉવસગહરં સ્તોત્રનું સ્મૃતિ ચિન્હ આપી બહુમાન કરેલ.

નેમિનાથ - વીતરાગ સંઘના  પ્રમુખ ભરતભાઇ દોશી તથા દરેક કાર્યકરો તથા યુવા ટીમે સરાહનીય સેવા પ્રદાન કરેલ.

આ પાવન પ્રસંગે ચંદ્રકાન્તભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, કનુભાઈ બાવીસી, ઉપેનભાઈ મોદી, મુકેશભાઈ દોશી, પ્રતાપભાઈ વોરા, પરેશભાઈ સંઘાણી, સુશીલભાઈ ગોડા, મધુભાઈ શાહ, સી.પી.દલાલ, રાજુભાઈ શેઠ, જયંતિભાઈ નિકાવાવાળા, નરેન્દ્રભાઈ દોશી, જીગરભાઈ શેઠ સહિત વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેલ તેમ મનોજ ડેલીવાળાની યાદિમાં જણાવાયું છે.

(2:45 pm IST)