રાજકોટ
News of Wednesday, 13th June 2018

ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી અને મવડીમાંથી બે બાઇકની ઉઠાંતરી

રાજકોટ તા. ૧૩: કુવાડવા રોડ પર ગુરૂદેવ પાર્ક-૨માં રહેતાં સંજયભાઇ પોપટભાઇ સંઘાણી (ઉ.૩૭)નું હોન્ડા જીજે૩સીએન-૭૦૩૫ રૂ. ૧૫ હજારનું કોઇ ગ્રીનલેન્ડ ચોકડીએ ટ્રાવેલ્સ ઓફિસ પાસેથી ચોરી જતાં બી-ડિવીઝનના હેડકોન્સ. આર. બી. રાજપૂતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં મવડી ઓમનગર મેઇન રોડ પર રહેતાં જયંતિભાઇ રાઘવભાઇ તારપરા (ઉ.૩૯)નું હોન્ડા જીજે૩ડીએ-૯૮૨૯ રૂ. ૨૫ હજારનું કોઇ મવડી બાપા સિતારામ ચોક સોરઠીયા ગ્રાઉન્ડ અંદરથી કોઇ ચોરી જતાં તાલુકાના એએસઆઇ જે. ડી. વાઘેલાએ ફરિયાદ નોંધી છે.

(12:14 pm IST)