રાજકોટ
News of Friday, 13th May 2022

લાંબા કાનુની વિવાદ બાદ

જંકશન કો.ઓ.હાઉસીંગ સોસાયટીનો વહીવટ વહીવટદારનાં હાથમાં: ચાર્જ સંભાળી લીધો

રાજકોટ, તા.૧૩: અહીં આવેલ જંકશન કો.ઓ.હાઉસીંગ સોસાયટી લીમીટેડમાં ઘણા લાંબા સમયથી ચાલ્‍યા આવતા કાનુની વિવાદ બાદ આખરે વહીવટ, વહીવટદાર પાસે આવ્‍યો હોવાનુ જાણવા મળે છે.

જાણવા મળતી વિગત અનુસાર કાનુની વિવાદ બાદ મદદનીશ જીલ્લા રજીસ્‍ટ્રાર સહકારી મંડળી હાઉસીંગ દ્વારા થયેલ વહીવટદાર નીમવાના આદેશ અન્‍વયે ગઇકાલે વહીવટદાર તરીકે નીમાયેલ જી.એમ જાડેજા તથા મદદનીશ વહીવટદાર તરીકે લલીતભાઇ જોષીએ એકતરફી સોસાયટીનો ચાર્જ સંભાળી કાર્યવાહી ચાલુ કરી દીધેલ છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ આ સોસાયટીમાં ઘણા લાંબા સમયથી પ્‍લોટ ખાલસા કરવાના મુદે કાનુની લડત શરૂ થઇ હતી. જેમાં લેન્‍ડ ગ્રેબિંગ કેસ પણ થયેલ હતો આખરે વહીવટદારની નિમણુંક કરાતા તેઓએ ચાર્જ સંભાળી લીધો છે. વહીવટદાર જીએમ જાડેજા કાનુની દાવપેચ જાણતા અધિકારી હોય લાંબા સમયથી ચાલતા પ્રશ્‍નોનો નિવેડો આવવાની શકયતા છે.
અત્રે એ નોંધનીય છે કે મુંબઇમાં રહેતા એક મહિલા માલિકના પ્‍લોટનો વિવાદ હતો એવું કહેવાય છે કે જે તે વખતે સોસાયટીના હોદેદારો દ્વારા કથિત રીતે ગેરવહીવટ કરી મૂળ માલિકનો પ્‍લોટ અન્‍યના નામે કરી દીધો હતો તેવો આક્ષેપ થયો હતો બાદમાં કાનુની લડત શરૂ થઇ હતી.

 

(4:31 pm IST)