રાજકોટ
News of Friday, 13th May 2022

રાજકોટ ડેરી દ્વારા પોષણ અભિયાનમાં સહયોગઃ બાળકો માટે ૩ માસ વિનામૂલ્યે દૂધ આપશે

૧૬૦ એમ.એલ.પાઉચનું વિતરણ: આંગણવાડીઓની મુલાકાત લેતા ગોરધનભાઇ

રાજકોટ,તા.૧૩ઃ જિલ્લામાં કુપોષીત બાળકોની સંખ્યા આશરે ૩૩૨૬ છે, આ કુપોષિત બાળકોને દૈનીક ધોરણે ૮૦ એમ.એલ દૂધ આપવાથી તેમના પોષણમાં વધારો થઈ શકે તેમ હોય, રાજકોટ ડેરી દ્વારા દૈનિક ધોરણે (અઠવાડીયામાં પાંચ વાર) ૮૦ એમ.એલ અમૂલ મોતી મિલ્ક જિલ્લાનાં કુપોષીત બાળકોને વિના મૂલ્યે પુરુ પાડીને ત્રણ માસમાં આ તમામ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાનું આયોજન હાથ ધરાયેલ છે.

રાજકોટ ડેરીએ કુપોષણ નિવારણના આ મહાઅભિયાનને નૈતીક જવાબદારી સમજી વિના મૂલ્યે ત્રણ માસ માટે અમુલ મોતી મિલ્ક ૧૬૦ એમ.એલના કુલ ૧,૦૭,૫૦૨ પાઉચનો જથ્થો (૧૭,૨૦૦ લીટર) રાજકોટ જિલ્લાના દરેક તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારીને વિનામૂલ્યે પુરો પાડવાનું આયોજન છે, જેમાંથી એક માસનો જથ્થો જરૃરીયાત મંદ સુધી પહોચાડલ છે. વિના મૂલ્યે આ દૂધ આપતા તેની થતી રકમ ર.૧૦,૭૫,૦૨૦ સંપૂર્ણ રાજકોટ ડેરી દ્વારા ભોગવવામાં આવેલ છે.

રાજકોટ ડેરી દ્વારા કુપોષિત બાળકો માટે આપવામાં આવેલ દૂધનો જથ્થો પશુપાલકોનો આર્થિક હકનો હિસ્સો હોવાથી રાજકોટ ડેરીએ સબંધિત એજન્સીઓ મારફત કુપોષીત બાળકો સુધી પહોંચેલ છં કે નહિ તેની ખાત્રી કરવા કોટડા સાંગાણી, રાજકોટ, ગોંડલ, જસદણ અને વિંછીયા એમ પ તાલુકાની આંગણવાડીની સરપ્રાઈઝ મુલાકાત રાજકોટ ડેરીનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા, મેનેજીંગ ડિરેકટર વિનોદ વ્યાસ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ હતી

(4:24 pm IST)