રાજકોટ
News of Thursday, 13th May 2021

મેયર અને ડે. મેયર દ્વારા અંગદાનનો સંકલ્પ

રાજકોટ : મેયર ડો.  પ્રદીપભાઈ ડવ  તથા ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી મિતલભાઈ ખેતાણી તેમજ ભાવનાબેન મંડલી પાસે અંગદાન પ્રવૃતિની જાણકારી મેળવી હતી, તેમજ અંગદાનનો સંકલ્પ લીધો હતો. ભવિષ્યમાં રાજકોટ મહાનગરપાલીકામાં થતા કોઈ પ્રોગ્રામમાં અંગદાન જાગૃતિનો પ્રોગ્રામ ગોઠવશે એની બાંહેધરી આપી હતી. રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં ડો. દિવ્યેશ વરોજા, ડો. સંકલ્પ વણજારા, ડો. તેજસ કરમટા,  નિતીનભાઈ ઘાટલીયા, વિક્રમભાઈ જૈન વિગેરે બધા મળી અંગદાનની પ્રવૃતિને વેગ આપે છે તેઓ બધાની કામગીરીને પ્રોત્સાહન  આપી રાજકોટ મહાનગરપાલીકા વતી મેયર ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહે શુભેચ્છાઓ પાઠવી હતી. મગજમૃત (બ્રેઈન ડેડ) વ્યકિતનાં અંગોનું દાન.  કિડની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં એ બધાં અંગો માનવીને કુદરતે આપેલી અદભૂત ભેટ છે. સેંકડો વ્યકિતઓનાં અંગો આખરે અંતિમ ક્રિયા થતાં નાશ પામે છે. જે ખરેખર ઘણા લોકોને જીંદગી આપી શકે તેમ હોય છે. અંગદાન થાય તો વધુ ને વધુ લોકોની જીંદગી બચી શકે તેમ તેઓએ જણાવેલ.

(4:29 pm IST)