રાજકોટ
News of Thursday, 13th May 2021

૧૮ દિવસથી રાજકોટના રઘુવંશી અગ્રણી કમલેશ ગણાત્રા અને ટીમ દ્વારા નિઃશુલ્ક ઓકસીજન સેવા

લીલા નાળીયેર, રૂ. ૨૫૦૦ના મેડિકલ વાઉચરની કોરોના દર્દીઓને ભેટઃ હજુ સેવા કાર્ય ધમધમતું : કમલેશ ગણાત્રાની સાથે જય નિલેશભાઇ માંડવિયાનો આર્થિક સહયોગ : ડો. શિવાંગી માંડવિયા અને મયુરરાજસિંહ જાડેજા પણ સતત ખડેપગે : સ્વખર્ચે દુબઇથી આયાત કરી અમદાવાદ ઉપરાંત કાલાવડ પણ સેવા શરૂ કરી પણ આ સેવા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૩ :. કોરોનાકાળ વચ્ચે ઓકસીજનની પણ અછત સર્જાય છે ત્યારે રાજકોટના રઘુવંશી અગ્રણી અને ઉદ્યોગપતિ કમલેશભાઈ ગણાત્રા અને તેમની ટીમ દ્વારા વિનામૂલ્યે ઓકિસજન સેવા શરૂ કરવામાં આવી છે. ૧૮ દિવસથી શરૂ થયેલ આ સેવા યજ્ઞને હજુ પણ સેવાનો ધોધ ચાલુ રહેશે.

આમ છતા કમલેશભાઈ માંડવીયાએ સ્વખર્ચે ઓકસીજન સેવા શરૂ કરવાના કાર્યનો પ્રારંભ કર્યો છે. આ સેવા યજ્ઞને ૧૮ દિવસ થઈ ગયા છે. સેવા યજ્ઞ માટે અત્યાર સુધીમાં લાખોનો ખર્ચ થઈ ચૂકયો છે.

ઓકસીજન સીલીન્ડર વિતરણની સેવા કપરી અને કઠીન હોવા છતા ઓકસીજન સેવાના પડકારને પહોંચી વળવા માટે રીફલીંગ અને વિતરણનું કામ કઈ રીતે પાર પાડવું તેની મુંઝવણ હતી, પરંતુ હિંમતે મર્દા તો મદદે ખુદા કહેવત મુજબ ભાવનગરના વાહબભાઈ આમદાણીએ ઓકિસજન સીલીન્ડરનું સોર્સીંગ કરી આપ્યુ અને સાંઈ બાબા એયર પ્રોડકશન પ્રા.લી.ના રાજુભાઈ રાઠોડે ઓકસીજન પુરો પાડવાનું બીડુ ઝડપ્યુ આથી સંસ્થા દ્વારા ઓકસીજન વિતરણનુ કામ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલ શબ્બીર એન્ટરપ્રાઈઝ (અલંગ પોઈન્ટ)નો સહયોગથી શરૂ કર્યુ.

પવિત્ર રમઝાન મહિનાના રોઝા હોવા છતા પણ હાજીભાઈ મુસાની અને તેમના ભાઈઓ શબ્બીરભાઈ તેમજ સફીભાઈ મુસાનીએ ઓકસીજન વિતરણ અને સીલીન્ડર રીફલીંગના કામ માટે રાતદિવસ એક કર્યા. આ પછી કમલેશભાઈ ગણાત્રા અને તેમની ટીમ દ્વારા ગોંડલમાં આશાપુરા ફાર્મ ખાતે આ સેવા કાર્યનો પ્રારંભ કરાયો.

આ દરમિયાન ઓકસીજન સીલીન્ડરની માંગ વધવા પામી હતી. ઓકસીજન સીલીન્ડર માટે લોકોને લાઇનમાં ઉભા રહેવુ પડે નહી અને દોડાદોડી કરવી પડે નહી એટલુ જ નહીં સંક્રમણ પણ ફેલાઇ નહી ઉપરાંત જરૂરીયાતમંદ દર્દીઓ સુધી ઓકિસજન પહોંચી શકે તે માટે જય માંડવીયા અને ડો. શિવાંગી માંડવીયાની પ્રેરણાથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ અને ઓકિસજન સપ્લાય માટે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ  વેબસાઇટ www.brigtoxyhelp.com. શરૂ કરવામાં આવી આ માટે એસ. એમ. એન. ડીઝીટલ કન્સ્લટન્સી અક્ષય એન્ડ સુનીલ પટેલ તેમજ ઓરેન્જ મલ્ટીમીડીયા જયદીપ પીપળીયાનો સહયોગ પ્રાપ્ત થતા ઓકિસજન સીલીન્ડર માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન વધુ સરળ બન્યું હતું.

સેવા યજ્ઞના મહારથી કમલેશભાઇ ગણાત્રાએ જણાવેલ કે, આ સેવા યજ્ઞથી લોકોને ફકત અડધા કલાકમાં જ ઓકિસજન સીલીન્ડર મળતા થયા અને સાથે રાજકોટમાં રૂડાનગર, કાલાવડ રોડ ખાતે પણ ઓકિસજન સીલીન્ડર વિતરણ કાર્યનો પ્રારંભ કરાયો. આ માટે ચેતન્યભાઇ પંડયા, સંદીપભાઇ બાખડા, ધર્મેશભાઇ શાહનો અનન્ય સહયોગ રહ્યો હતો. રાજકોટ શહેરમાં બે સ્થળ ઉપરાંત એક ગોંડલ ખાતે એમ કુલ ત્રણ જગ્યા પરથી ર૪ કલાક ઓકિસજન સીલીન્ડર વિતરણ અને રીફીલીંગનું સેવા કાર્ય શરૂ કરાયેલ. અત્યાર સુધીમાં ૧પ૦૦ થી વધુ દર્દીઓ ઓકિસજન સેવાનો લાભ લઇ ચૂકયા છે.

આથી ગોંડલ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન મયુરરાજસિંહ જાડેજાની પ્રેરણાથી વિદેશમાંથી બ્રાઇટ પેટ્રોકેમ અને અરના એન્ટરપ્રાઇઝ દ્વારા ઓકિસજન સીલીન્ડરનું ઇમ્પોર્ટ શરૂ કર્યુ અને સ્વખર્ચે કમલેશભાઇ ગણાત્રા નિલેશભાઇ માંડવિયા અને જય માંડવિયાએ સ્વખર્ચે દુબઇથી ઓકિસજન સીલીન્ડરની આયાત કરી સેવા યજ્ઞનો વ્યાપ વધાર્યો છે.

દુબઇ ખાતેથી અહી ઓકિસજન સરળતાથી મળી રહે તે માટે ઇન્ડિયન એમ્બેસી અને સારથી શીપીંગ કંપનીના અમિત ભારદ્વાજ, કસ્ટમ હાઉસ એજન્ટ ટીમનો સારો સહયોગ રહ્યો તેમજ ઇમ્પોર્ટ થયેલ ઓકિસજન કન્ટેનરને લોકો સુધી ત્વરીત પહોંચાડવા માટે અદાણી પોર્ટ ખાતે ઇડી રક્ષીત શાહ, પીઆરઓ કૌશીક જોષી, અદાણી પોર્ટના ડોકયુમેન્ટેશન હેડ સંજયસીંધુ, કમિશ્નર ઓફ કસ્ટમ્સ ટી.વી.રવી. ડેપ્યુટી કમિશનર ઓફ કસ્ટમ્સ પુનીત શર્મા અને અનંત સ્વેનના સહયોગથી દુબઇ ખાતેથી ઓકિસજન ઇમ્પોટનું કામ વધુ સરળ બન્યુ હતું અને ભાવનગરના વ્હાબભાઇ આમદાણીએ અલંગ ખાતેથી ઓકિસજન સીલીન્ડર પહોંચાડવા માટે રાત દિવસ એક કરતા સેવા યજ્ઞને વધુ બળ પ્રાપ્ત થયું છે.

કમલેશ ગણાત્રાએ ઉમેયુંર્ હતું કે, સેવા યજ્ઞ માટે ૧૦૦૦ ઓકિસજન સીલીન્ડરની વ્યવસ્થા છે. જેમાં ૩૦૦ નાના સીલીન્ડર ૧૭પ મોટા સીલીન્ડર અને પર૦ ઇમ્પોર્ટ થયેલ ઓકિસજન સીલીન્ડરનો સમાવેશ થાય છે.  જેના પરિણામે રીફીલીંગની અનુકુળતા વધુ શકય બની છે.

આ સેવા યજ્ઞ માટે અન્ય કોઇના ડોનેશન કે આર્થિક સહયોગની અપેક્ષા રાખ્યા વગર કોઇપણ જાતના ભેદભાવ વગર ઓકિસજન સીલીન્ડરની સુવા આપવામાં આવી રહી છે. ઓકિસજન સીલીન્ડરની સાથે કોરોના દર્દી માટે કુશલ ટાંકની પ્રેરણાથી બે લીલા નારીયેલ પણ આપવામાં આવે છે. અને અત્યાર સુધીમાં પ૦૦૦ લીલા નારીયેળ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે. સાથે સાથે જરૂરીયાતમંદ કોવીડ પેશન્ટને રૂ.રપ૦૦નો દવાના ખર્ચ પેટે વાઉચર પણ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

બાદમાં એ જ લોકો રીફ્લીંગ  કરાવીને અ કિસજન  સીલીન્ડર પરત આપી ગયા  હોવાનું પરત આપી ગયા છે.    શ્રી ગણાત્રા અને તેમની  ટીમ દ્વારા જામનગરના  કાલાવડ તેમજ સુરેન્દ્રનગરના    મુળી ખાતે ટૂંક સમયમા  ઓકિસજન સેવા શરૂ કરવામાં  આવશે. અને જૂનાગઢમાં આ  સેવાનો પ્રારંભ કરાયો છે. આ સેવા યજ્ઞમાં દર્દીઓ  માટે ડો. શિવાંગી માંડવિયાએ  રાતદિવસ એક કયા છે.  દરદીઓને અ કિસજન  સીલીન્ડર સહિતના  માગંદર્શન મળી રહે તે માટે  તેઓ રાત ઉજાગરા પણ કરી  રહ્યા છે.    આ માટે ડો. શિવાંગી  માંડવિયાએ પોતે સતર્ક રહે તે  માટે રાતભર એડ-એક  કલાકનો એલાર્મ પણ  ગોઠવીને દર્દીઓને કોઈ  જાતની મુશ્કેલી ન પડે તે માટે  તેઓ ખેવના કરી રહ્યા છે.

સંસ્થાએ રાજકોટ અને રાજકોટના નજીકના સ્થળો પર નવા  ઓકિસજન સિલિન્ડર અને ઓકિસજન રીફિલ વિનામૂલ્યે કરી આપે  છે. તેથી લોકોને અગવડ ન પડે અને જરૂરિયાતમંદ લોકોને લાઇનમાં  ઊભું ન રહેવું પડે તે માટે યુસર ફ્રેન્ડલી વેબસાઈટ બનાવેલ છે,  જેમાં તમે દર્દાની તમામ માહિતી આપીને નોંધણી કરાવી શકો છો  અને સેવાઓ મેળવી શકો છો .   

વેબસાઇટ મારફતે રજિસ્ટર થયેલા દર્દા માટે જ સિલિન્ડર કે  ઓકસીજન રિફીલ કરી આપવામાં આવશે, સંસ્થા પાસેથી  સિલિન્ડર મેળવવાનો અન્ય કોઈ રસ્તો નથી. અમે અમારી બનતી  કોશિશ કરશું કે કપરા કાળમાં અમે તમારી પડખે ઊભા રહીને  તમારી મદદ કરીએ સાથે એક વિનંતી પણ કરીએ છીએ કે ફકત  ડરના કારણે સંગ્રહ કરવો નહીં, તમારો ડર બીજા કોઈજરૂરિયાતમંદ  માણસનું મૃત્યુ પણ બની શકે છે.   

અમારા સેવકાર્યમાં તમે સંસ્થાના નિયમોનું પાલન કરીને અમને  સંપૂર્ણ સહકાર આપશો એવી આશા રાખીએ છીએ. ચાલો સાથે  મળીને કોરોના ને હરાવીએ.  

 Website - www. bright oxyhelp.com  

સંયોજનઃ  શ્રી અરના એન્ટર-પ્રાઈસ (કમલેશભાઈ ગણાત્રા-૯૮૭૯૮ ૦૦૦૦૯) 

બ્રાઈટ પેટ્રોકેમ ઈન્ડિયા LLP (જય માંડવિયા- ૯૪૦૮૬ ૭૭૬૯૬૬) 

શ્રી આશાપુરા એન્ટર-પ્રાઇસ  (મયૂરરાજ સિંહ જાડેજા- ૯૧૭૩૫ ૯૯૯૯૯) 

ટીમ - બ્રાઇટ ફિઝીયોથેરાપી સેન્ટર  (ડો. શિવાંગી માંડવિયા  (૭૯૯૦૪ ૯૨૫૨૫) 

અમને ટેકનિકલ સપોર્ટ આપવા માટે એને એક જ દિવસમાં  બધુ જ કામ પૂરું કરવા માટે અમે અમારી ટેકનિકલ ટીમના હદય  પૂર્વક આભારી છીએ SMN Digital s-uce-ell-aaa &  સુનિલ પટેલ- ૯૫૧૦૩૫૯૮૩૦  ઓરેન્જ મલ્ટીમીડિયા-જ્યદીપ પીપળીયા-૯૭૧૨ર ૩૭૭૮૧૧ 

(12:55 pm IST)