રૈયા રોડ અલ્કાપુરીમાં જનરલ સ્ટોરમાં સિગારેટ અને પાન -મસાલાનું વેંચાણઃ રાજેશ સંપટની ધરપકડ
રૂ. રપરર૦ નો મુદ્દામાલ કબ્જે કરતી ગાંધીગ્રામ પોલીસ
રાજકોટ તા. ૧૩ : રૈયા રોડ પર અલ્કાપુરી મેઇન રોડ પર આવેલા મેધમલ્હાર કોમ્પ્લેક્ષમાં આવેલા જનરલ સ્ટોરમાં સીગારેટ અને પાન-મસાલાનું વેચાણ કરતા વૈષ્ણવ શખ્સને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધો છે.
મળતી વિગત મુજબ લોકડાઉન અંતર્ગત ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એસ.પટેલ તથા હેડ કોન્સ. ખોડુભા શકિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે લોકડાઉનમાં ગુટખા-તમાકુ તેમજ સિગારેટના વેચાણ પર જાહેરનામું હોવા છતાં રૈયા રોડ પર અલ્કાપુરી મેઇન રોડ પર મેધમલ્હાર કોમ્પ્લેક્ષમાં આવેલ ગીતા જનરલ સ્ટોરમાં દરોડો પાડી સિગારેટ અને પાન-મસાલાનું વેચાણ કરતા રાજેશ મોહનભાઇ સંપટ (ઉ.૪૬) (રહે. શિવાજી પાર્ક શેરી નં. ૮ એરપોર્ટ રોડ) ને પકડી લઇ સીગારેટના પેકેટ તથા પાન વીલાસના પેકેટ મળી રૂ.રપ,રર૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.