રાજકોટ
News of Wednesday, 13th May 2020

મેક ઇન્ડિયા પ્રોજેકટ કયાં? કોંગ્રેસ

વડાપ્રધાન ભારતને લોકલ માટે વોકલ બનો તેમ પ્રજાને આહવાન કરે છે પરંતુ વિદેશી કંપનીઓને દેશમાં લાવવા મંજુરી આપે છેઃ અશોક ડાંગર અને વશરામ સાગઠિયાના વેધક સવાલ

રાજકોટ,તા.૧૩: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગઈકાલે સાંજે ૮ વાગ્યે સંબોધનમાં એવું જાહેર કરે છે કે આપણી પાસે સાધનો છે, આપણી પાસે સામર્થ છે, આપણી પાસે વિશ્વની શ્રેષ્ઠ ટેલેન્ટ છે, આપણે આત્મનિર્ભર બનવા માટે મૂડીવાદ આધારિત વિશ્વ ઉપર કેન્દ્રિત નથી પણ માનવતાના કલ્યાણ અને વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના ઉપર આધારિત છીએ. તેમ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે.

આ અંગે અશોકભાઇ ડાંગર અને વશરામભાઇ સાગઠિયાએ જણાવ્યું હતું કે, એક તરફ વડાપ્રધાન આપણે બધા સક્ષમ છીએ અને તેના માટે આપણે ૨૧મિ સદીમાં લોકલ માટે વોકલ બનો તેવી જાહેરાત કરતા હોય સ્વદેશી અપનાવવા માટે ભારતની પ્રજાને આહ્વાન કરતા હોય સ્વદેશી અપનાવી દેશના ઉદ્યોગપતિઓ આગળ આવે તે સારી વાત છે કોંગ્રેસ પક્ષીસ્વદેશી અપનાવવાની તરફેણમાં છીએ જેથી કરી ભારત દેશના ઉદ્યોગપતિઓને લાભ થાય અને ભારતની પ્રજાને રોજીરોટીનો પ્રશ્ન મહદઅંશે ઉકેલાય દેશના યુવાનોને રોજગારી પણ મળે અને દેશનો જીડીપી આંક ઉચો આવે. વર્ષ ૨૦૧૪માં ભાજપ સરકારે ભારત સરકારમાં ચાલી રહેલ યોજનાઓ કે જે કોંગ્રેસની સરકાર દ્વારા કાયર્િાન્વત હતી તેવી અનેક યોજનાઓના ફકત નામ ફેર કર્યા છે તેમની જ એક ઉપજ કે જે નું નામ ભાજપે મેક ઇન ઇન્ડિયા આપ્યું હતું તે ૨૦૧૪ ઙ્ગથી આજદીવ્સ સુધી કયાં ભૂલાઈ ગયું હતું તો ફરી પાછુ કોરોના ની મહામારીના પ્રતાપે લોકલ માટે વોકલ બનવાનું નામ આપી ફરી યાદ કર્યું છે આપ લોકલ માટે વોકલ બનો અને ખુબ આગળ વધારો તેવી અપેક્ષા રાખીશ્રી ડાંગરે અને શ્રી સાગઠિયાએ વ્યકત કરી હતી.

ભારતની અનેક કંપનીઓ છે.જેને  પ્રોત્સાહન આપશો તો ભારતમાં જ ભારતના નાણા રહેશે લાભ પણ ભારતની કંપનીઓ ને થશે રોજગારી પણ ભારતના લોકોને મળશે, દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટ વધશે માથાદીઠ આવક વધશે અને અર્થવ્યવસ્થા માં મોટા નોંધપાત્ર ફાયદાઓ થશે અને આપણી સ્વદેશી કંપનીઓએ વિદેશમાં પણ ભારતનું નામ રોષન કર્યું છે ગઈ કાલનું સુત્ર રૂપી આહ્વાન લોકલ માટે વોકલ બનો તો દેશની કંપનીઓને જ આપ આગળ લાવો અને ટેકસના ઙ્ગફાયદાઓ લોકલ કંપનીઓને આપો તો ભારત વધારે માં વધારે વિશ્વ ફલક ભારતીય કંપનીઓ લઇ જશે તેવું કોંગ્રેસનું ં માનવું છે અને ગઈ કાલે આપેલું સુત્ર લોકલ માંથી વોકલ બનો સફળ થશે. તેમ અંતમાં જણાવ્યું હતું.

(3:03 pm IST)