રાજકોટ
News of Monday, 13th May 2019

રવિરત્ન પાર્ક નાગરિક મંડળ દ્વારા ૧૨૭૦ વિદ્યાર્થીઓને નોટબૂક વિતરણ

રાજકોટઃ રવિરત્ન પાર્ક નાગરિક મંડળના પ્રમુખ આર.સી.પટેલ, મંત્રી સી.એન. જાવિયાની યાદી મુજબ માનવસેવાની પ્રવૃત્તિઓના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૨૭૦ ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ સમારોહ યોજાયેલ.

સમારોહના અતિથિ વિશેષ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય, વિપુલભાઈ મહેતા (શિક્ષણ નિરીક્ષક), પૂ.ગીતાદાદી, શ્રી ગોપાલભાઈ માકડીયા (પ્રવિણ પ્રકાશન), સીની.સીટીઝન્સ એસો.ના પ્રમુખ બાબુભાઈ પટેલ, મનસુખભાઈ ઝાલાવડીયા (બેકબોન ગ્રુપ), કનુભાઈ પટેલ, હસુભાઈ ભગદે (જલારામ ટ્રાન્સપોર્ટ), કોર્પોેરેટર પુષ્કરભાઈ પટેલ, રૂપાબેન શિલુ, વિજયાબેન વાછાણી, દિલીપભાઈ સોમૈયા, બી.જી.રાયઠઠ્ઠા, કનુભાઈ કાલાવડિયા, રાજુભાઈ હરિયાણી તથા મનુભાઈ વાછાણી ઉપસ્થિત રહેલ.

સમારોહને સફળ બનાવવા આર.સી.પટેલ, સી.એન.જાવિયા, વી.ડી.ઠકકર, મણીભાઈ ઘોડાસરા, ધીરૂભાઈ ઝાલાવડીયા, મગનભાઈ ઝાલાવડીયા, જગદીશભાઈ પટેલ, નરોતમભાઈ ફળદુ, નટુભાઈ કણસાગરા, જીતુભાઈ બરોચીયા, જી.બી.મલ્લી, મગનભાઈ વાછાણી, જાદવભાઈ કનેરીયા, રમણિકભાઈ કણસાગરા, જમનભાઈ સાપરીયા, હરેશભાઈ મારડીયા, ભાવેશ ભટ્ટ, જયેશ ત્રાંબડિયા, મહેશ બાવરવા, શૈલેશ ડઢાણીયા, મયુર ડોડાણીયા, આર.કે.ઝાલાવડીયા, જયંતીભાઈ ચપલા, ઉદયભાઈ કાલાવડિયાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન મગનભાઈ ઝાલાવડિયા તથા સ્વાગત પ્રવચન- આભારવિધિ સી.એન. જાવિયાએ કરી હતી.

(4:01 pm IST)