રાજકોટ
News of Monday, 13th May 2019

રાંદરડા તળાવ માંથી કાપ ઉપાડવા નહિ દેવાતા ખેડુતો દ્વારા રજૂઆત

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જળસંચય અભિાયન ચાલી રહ્યુ છે. આ અભિયાન અંતર્ગત જળાશયો માંથી કાપ કાઢવામાં આવી રહો છે. આ માટી કોઇ પણ ખેડુતોને પોતાના ખર્ચે લઇ જવાની મંજુરી સરકાર દ્વારા આપવામાં આવી છે દરમિયાન શહેરની ભાગળોએ આવેલ રાંદરડા તળાવ વિસ્તારનાં ખેડુતોએ આ કાપ લઇ જવા છેલ્લા ઘણા સમય પહેલા માંગ કરવા છતા આજ દિન સુધી આ પ્રશ્નોનો ઉકેલ નહિ આવતા આ વિસ્તારનાં ખેડુતો આજે મ્યુ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ ઘસી આવ્યા હતા. આ પ્રશ્ને મેયરનાં પી.એ કનુભાઇ હિંડોચા તથા વોર્ડ નં.૬નાં  ભાજપનાં આગેવાન મનસુખભાઇ જાદવને રજૂઆત કરી હતી. તેઓએ  તંત્રનાં જવાબદાર અધિકારીઓને આ અંગે જાણ કરી કાપ ઉપાડવીની મંજુરી આપવા સુચના આપી હતી.

(3:45 pm IST)