રાજકોટ
News of Monday, 13th May 2019

રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ – સી.એમ.પૌષધશાળા ખાતે

નિઃશુલ્ક છાશ વિતરણ : પૂ.ભદ્રાબાઈ મ.સ.નુ દીક્ષા દીન નિમિતે અભિવાદન

રાજકોટઃ તા.૧૩,રોયલપાર્ક ખાતે આવેલ સી.એમ.પૌષધશાળાના પ્રાંગણે ઉનાળાના દીવસોમાં અમૃતસમી છાશ વિતરણનુ આયોજન થયેલ છે તેના ભાગરૂપે આજ રોજ અખંડ સેવાભાવી પૂ.ભદ્રાબાઈ મહાસતીજી પ૬ વર્ષ પુરા કરી પ૭માં વર્ષમાં પ્રવેશ કરતા તથા સાઘ્વીરત્ના પૂ. અસ્મિતાબાઈ મહાસતીજી ૪પ વર્ષ પુરા કરી ૪૬માં વર્ષમાં પ્રવેશ કરતા દીક્ષા જયંતિના પવિત્ર દીક્ષા દીન નિમિતે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય અને જયેન્દ્રભાઈ આચાર્ય બન્ને પૂ.મહાસતીજીને વંદન સાથે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવીને આશિર્વાદ મેળવેલ હતા, તેમજ પૂ.મહાસતીજીઓ પાસેથી માંગલીક પ્રવચન સાંભળેલ હતુ.

બન્ને પૂ.મહાસતીજીની દીક્ષા દીનની ખુશાલીમાં બીનાબેન આચાર્ય તથા જયેન્દ્રભાઈ આચાર્યના હસ્તે છાશ વિતરણ શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ–સી.એમ.પૌષધશાળાનાં આંગણે કરવામાં આવેલ હતુ. અખંડ સેવાભાવી પૂ.ભદ્રાબાઈ મહાસતીજીને પ૭મી દીક્ષા જયંતિ નિમિતે તથા પૂ.અસ્મિતાબાઈ મહાસતીજીને ૪૬મી દીક્ષા જયંતિ નિમિતે પૂ. જય–વિજય પરિવારના સાઘ્વીરત્ના પૂ. સાધનાબાઈ મહાસતીજી આદીએ પણ માંગલીક પ્રવચન સાથે શુભેચ્છા અને અભિવાદન પાઠવેલ હતા. દરરોજ સવારે ૬:૩૦ કલાકે લાભાર્થીઓ છાશ વિતરણનો લાભ લઈ રભ છે.

આ પ્રસંગે શેઠ પૌષધશાળાના પ્રમુખ  ડોલરભાઈ કોઠારી ઉપસ્થિત રહેલા હતા. સી.એમ.પૌષધશાળા તથા શેઠ ઉપાશ્રયના પ્રમુખ  ચંદ્રકાંતભાઈ શેઠ તથા રોયલપાર્કના યુવા કાર્યકર્તા  જગદીપભાઈ દોશી તથા શેઠ ઉપાશ્રયનાં ટ્રસ્ટી નિતિનભાઈ દોશીની સેવાથી કાયમી છાશ વિતરણ ચાલી રભ્ું છે.  જે લાભાર્થીઓએ પોતાનું કાર્ડ હજી સુધી મેળવેલ નથી તે શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ–સી.એમ.પૌષધશાળા–ઓમાનવાળા ઉપાશ્રય, ૩/૮ રોયલપાર્ક, કાલાવડ રોડ ખાતેથી મેળવી લેવાના રહેશે. શ્રી સંઘમાં રોજ વ્યાખ્યાન – વાંચણી તથા શિબીર વિગેરેનું રાબેતા મુજબના અનુષ્ઠાનો ચાલી રભ છે. આજુ–બાજુના વિસ્તારમાંથી જરૂરીયાતવાળા ભાઈ–બહેનોને છાશ કેન્દ્રમાં લાભ લેવા સંઘપ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠે અનુરોધ કરેલ છે.

(3:37 pm IST)