રાજકોટ
News of Monday, 13th May 2019

કાલે વિજયભાઈના હસ્તે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

ભાજપ દ્વારા નાથાભાઈ ડોડીયાના સ્મરણાર્થે શાસ્ત્રી મેદાન ખાતે આયોજન : આતશબાજી સાથે ડી.જે.ની જમાવટ થશે : તબીબો, વેપારીઓ, જ્ઞાતિ સમાજની ટીમો પણ ભાગ લઈ રહી છે

રાજકોટ, તા. ૧૩ : ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજીત સ્વ.નાથાભાઈ ડોડીયાના સ્મરણાર્થે રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આતશબાજી સાથે આવતીકાલે તા.૧૪ના મંગળવારે રાત્રે ૮:૩૦ કલાકે ઉદ્દઘાટન થશે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓના જોમ વધારવા માટે ઓપનીંગ શેરેમનીમાં આતશબાજી તથા ડી.જે. સાથેનું આયોજન કરવામાં આવનાર છે.

આ ટુર્નામેન્ટમાં રાજકોટ શહેર ભાજપ ટીમના તથા કાર્યકરોનો ઉત્સાહ વધારવા અને ટુર્નામેન્ટના આયોજનને બિરદાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ ટુર્નામેન્ટનું આતશબાજી સાથે ઓપનીંગ સેરેમની રાખવામાં આવેલી છે.

આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી, મ્યુ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા વગેરે ઉપસ્થિત રહેશે.

રાજકોટની અનેક નામાંકિત ક્રિકેટ ટીમ પોતાના શ્રેષ્ઠ ખેલાડીઓ સાથે ભાગ લઈ રહી છે. ડોકટર્સ, વેપારી મંડળો, જ્ઞાતિ, સમાજોની ટીમ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે દરેક મેચના અંતે દરેક ટીને ઠંડા - પીણા અને નાસ્તો આયોજકો તરફથી આપવામાં આવશે.

ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકે તે માટે આયોજકો તથા શહેર યુવા ભાજપના પ્રમુખ પ્રદિપભાઈ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશભાઈ પીપળીયા તથા વોર્ડ નં.૭ના કોર્પોરેટર અને દંડક અજયભાઈ પરમાર, વોર્ડ પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડ્યા જહેમત ઉઠાવી રહ્યા છે.

આ ટુર્નામેન્ટમાં દરેક મેચમાં વિજેતા ટીમ, મેન ઓફ ધ મેચ અને રનર્સઅપ ટીમને પણ જુદા જુદા પુરસ્કારો પણ આપવામાં આવશે. તેમજ ટુર્નામેન્ટની મેન ઓફ ધ સીરીઝની વિજેતા ટીમ મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર વગેરેને જાજરમાન ઈનામો આપવામાં આવશે. તેમજ સોશ્યલ મીડિયા મારફત ફેસબુક, યુ ટ્યુબ વગેરેમાં તમામ મેચોનું લાઈવ પ્રસારણ કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ અમ્પાયરો, સ્ક્રોરર, ગ્રાઉન્ડમેન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આયોજક ટીમના નેજા હેઠળ જુદી જુદી કમીટીઓની રચના કરવામાં આવેલી છે. જેમાં આશિષભાઈ વાગડીયા, જયેન્દ્રભાઈ ગોહેલ, કુલદીપસિંહ જાડેજા,સતીષભાઈ ગમારા, પાર્થરાજસિંહ ચૌહાણ, મનોજભાઈ ડોડીયા, કીરીટભાઈ કામલીયા, સંદિપભાઈ ડોડીયા, પરેશભાઈ ડોડીયા, કેતનભાઈ સાપરીયા, દિપકભાઈ સાપરીયા,મોહિતભાઈ ગણાત્રા, રાહુલભાઈ દવે, સન્નીભાઈ ઝરીયા, પૂર્વેશભાઈ ભટ્ટ, હિતેષભાઈ ઢોલરીયા, ધ્રુવભાઈ રાજા, હિરેનભાઈ ગાંગાણી, નિકુંજભાઈ વૈદ્ય, જયભાઈ ગજજર, મિલનભાઈ હિરપરા, મીતભાઈ મહેતા, કુણાલભાઈ દવે, રાજનભાઈ ત્રિવેદી, પ્રશાંતભાઈ લાઠીગરા, વિજયભાઈ ચૌહાણ, ચંદ્રેશભાઈ પરમાર, નિખીલભાઈ મહેતા, મયંકભાઈ પાઉં, વિશાલભાઈ માંડલીયા, કૌશીકભાઈ ચાવડા, જયુભાઈ રાઠોડ, સુરેશભાઈ સિંધવ, રાજુભાઈ મુંધવા, ઈશ્વરભાઈ જીતીયા, રાજુભાઈ માસ્તર, કીર્તીભાઈ રાવલ, ઈસ્તીઆઝ ખોખર, રમેશભાઈ દોમડીયા, ઉમેશભાઈ જે.પી., ભરતભાઈ ગમારા, જગદિશભાઈ ઓડ, જોહરભાઈ કપાસી, બીપીનભાઈ ભટી, ચેતનભાઈ મહેતા, અશોકભાઈ સામાણી, યોગેશભાઈ વાળા, અમિતભાઈ બોરીચા, હિરેનભાઈ રાવલ, હેમાંગભાઈ પીપળીયા, વ્યોમ વ્યાસ, કિશનભાઈ ટીલવા, પ્રિતેશભાઈ પોપટ, હિતેષભાઈ મારૂ, ભાવેશભાઈ ટોયટા, જયરાજસિંહ જાડેજા, વિનોદકુમાર વાણીયા, દેવકરણ જોગરાણા, જીણુભા, પ્રતિકભાઈ મહેતા, દર્શનભાઈ ત્રિવેદી, વિરલભાઈ આડેસરા, જીતુભાઈ રાવલ, ઉતમભાઈ રાડીયા, પ્રતિકભાઈ રાણપરા, અક્ષયભાઈ સોની, રવીભાઈ ખેરૈયા, પ્રિતેશભાઈ ત્રાટીયા, નિમેશભાઈ કેસરીયા વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.(૩૭.૧૬)

(3:29 pm IST)