એવીપીટીના એન્જિનીયરીંગના વિદ્યાર્થીએ એસિડ ગટગટાવ્યું
મુળ માંગરોળનો યુવાન રાજકોટ રૂમ રાખીને ભણે છે
રાજકોટ તા. ૧૩: મુળ માંગરોળનો વતની અને હાલ થોરાળાના અવધ પાર્કમાં રૂમ રાખીને રહેતો તથા એવીપીટી કોલેજમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો કાર્તિકકુમાર નાગરભાઇ મેસણીયા (ઉ.૨૧) સવારે સાડા અગિયારેક વાગ્યે એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે થોરાળા પોલીસને જાણ કરી હતી. કાર્તિકના કહેવા મુજબ તે ઇલેકટ્રીક એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. એક છોકરી સાથે પ્રેમ હોઇ તેના પરિવારને ખબર પડી જતાં તેણી સાથે યોગ્ય વર્તન થતું ન હોઇ તેના કારણે કંટાળીને પોતે ટેન્શનમાં એસિડ પી ગયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ભાઇ સાથે મારકુટ કરનાર વિજય ફિનાઇલ પી ગયો
રૂખડીયાપરામાં રહેતો વિજય અશોકભાઇ રજપૂત (ઉ.૨૮) ફિનાઇલ પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ગત સાંજે આ યુવાને જંકશન રોડ પર તેના ભાઇ અજયને મારકુટ કરતાં અજય સારવાર માટે દાખલ થતાં પ્ર.નગર પોલીસે નિવેદન નોંધ્યું હતું.