રાજકોટ
News of Monday, 13th May 2019

મીડિયા કર્મચારી ઉપર હુમલાનો રાજકોટમાં વિરોધ : કાળા વાવટા ફરકાવ્યા

રાજકોટ : ગઇસાંજે જૂનાગઢમાં મીડિયા કર્મચારી ઉપર થયેલ હુમલાના વિરોધમાં ઠેર-ઠેરથી રોષ ભભુકી રહ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ગઈસાંજે બનેલ ઘટના બાદ જૂનાગઢમાં પત્રકારો એસ.પી. કચેરીએ ધરણા ઉપર બેસી ગયા છે. ગામેગામ ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. દરમિયાન રાજકોટ શહેરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર શું પત્રકારો પાસે બોંબ કે હથિયારો હતા?, લોકશાહીનું હનન કરનારાઓ મૌન વિ. જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. તો અન્ય સ્થળોએ પણ ઉકત ઘટનાને વખોડી કાળા વાવટા ફરકાવી વિરોધ દર્શાવ્યો હતો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:23 pm IST)