સ્પીડવેલ ચોકની બાજુમાં આવેલા જીવરાજપાર્ક નાં ગેઈટ પાસેથી 9000ના દારૂ સાથે એક શખ્સને તાલુકા પોલીસે પકડયો
રાજકોટ: તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.વી.ધોળા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન સાથેના પો.સ.ઇ. એન.ડી.ડામોર તથા એ.એસ.આઇ. આર.બી.જાડેજા તથા પો.હે.કો. મોહશીનખાન મલેકને ચોકકસ બાતમી હકિકત મળેલ કે સ્પીડવેલ ચોકની બાજુમાં જીવરાજપાર્કના ગેઇટ પાસે એક ઇસમ જેણે શરીરે બ્લ સફેદ ચેકસવાળો આખી બાયનો શર્ટ તથા બ્લ કલર જેવું જીન્સનું પેન્ટ પહેરેલ છે તે પોતાના હાથમાં સફેદ કલરનો વિમલ લખેલ થેલો લઇને ચાલીને જાય છે તેના હાથમાં રહેલ થેલામાં ગે.કા. ઇંગ્લીશ દારૂની બોટલો છે તેવી ચોક્કસ હકીકત મળતા સદરહુ બાતમી હકિકત વાળી જગ્યાએ જઇ જોઇ તપાસતા મજકુર ઇસમ ઇગ્લીશ દારૂના જથ્થા સાથે હાજર મળી આવતા મજકુર આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પોલીસે નિતીન જયસુખભાઇ મોરીધરાl (ધધો. મજુરીકામ રહે. ભકિતધામ)ને પકડી કુલ કિ.રૂા, ૯,૦૦૦/- નો મુદામાલ કબજે કર્યો છે.
આ કામગીરી પોલીસ ઇન્સ. જે.વી.ધોળા તથા પો.સ.ઇ. એન. ડી.ડામોર તથા એ.એસ.આઇ. આર.બી.જાડેજા તથા પો.હે.કો. વિજયગીરી ગોસ્વામી તથા મોહશીનખાન મલેક તથા પો.કો. અરજણભાઇ ઓડેદરા તથા હરસુખભાઇ સંબાડ તથા હર્ષરાજસિંહ જાડેજા તથા ધર્મરાજસિંહ રાણા સહિતે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ગેડમ, એસીપી બસિયાની રાહબરીમાં કરી છે.