રાજકોટ
News of Tuesday, 13th April 2021

રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ૮૦ થી વધુ ઉંમરના વયસ્કોએ ડર વગર રસી મુકાવી

રાજકોટ: રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ૮૦ થી વધુ વર્ષના વયસ્ક અને સમજુ નાગરિકોએ ઉત્સાહવર્ધક વાતાવરણમાં કોરોના વિરોધી રસી લઇને સમગ્ર સમાજ માટે નેત્રદિપક ઉદાહરણ પૂરૂં પાડયું છે.
   ૮૦થી વધુની વય ધરાવતા ત્રણ નગારિકોએ બિલ્કુલ ડર વગર કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ રાજકોટની રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે લીધો છે, જેમાં ૮૫ વર્ષના ચંદુલાલ ભગવાનજીભાઇ સાંગાણી, ૮૩ વર્ષના ગુણવંતરાય મગનલાલ વેગડ અને ૮૫ વર્ષના મહિલા ચંપાબેન ચીમનલાલ મહેતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ૭૨ વર્ષના અન્ય મહિલા  દમયંતીબને રમેશભાઇ ઘુટલાએ પણ રસીનો પહેલો ડોઝ મુકાવ્યો હતો. આ બધા વયસ્ક નાગરિકોએ આનંદભર્યા માહોલમાં કહયું હતું કે, અમને આટલી મોટી ઉંમર છતાં બીક નથી લાગતી તો અન્ય નાગરિકોએ તો ચોક્કસ આ રસી મુકાવવી જ જોઇએ. આપણા દેશમાં સરકાર તદ્દન વિના મૂલ્યે રસી આપે છે, જયારે અન્ય દેશોમાં તો આ રસી ખૂબ મોંઘી હોય છે. આથી વિના મૂલ્યે મળતી રસી લઇને સરકારને કોરોનાને હટાવવામાં આપણાથી આપી શકાતું આટલું યોગદાન તો અચૂક આપવું જોઇએ.  
પદ્મકુંવરબા હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. નૂતને જણાવ્યું હતું કે, રજાના દિવસોમાં રસી લેવા માટે હોસ્પિટલમાં ખાસ્સો ધસારો રહે છે. આજે કુલ ૫૭  નાગરિકોએ રસી મુકાવી હતી, જે પૈકી કોઇને મેજર સાઇડ ઇફેકટ જણાઇ નથી.

(8:30 pm IST)