રાજકોટ
News of Tuesday, 13th April 2021

રાજકોટની ૩પ ખાનગી હોસ્પીટલ ઉપર તૂટી પડતા કલેકટર

રેમેડેસીવીયર ઇન્જેકશન અંગે દર્દીઓને હેરાન કરાતા હોવાની અને બારોબાર વેચી નાખતા હોવાની રાવ બાદ ધડાધડ પગલા : ફુડ એન્ડ ડ્રગ-વેટના ગોયાણી અને સીટી પ્રાંત-૧ ની ટીમોને ક્રોસ ચેકીંગ કરવા અને સાંજે રીપોર્ટ આપવા આદેશો : વેદાંત હોસ્પીટલ અંગે ખોટી ફરીયાદ કરનાર દર્દીના સગાને ખખડાવતા પરીમલ પંડયા પહેલા વેદાંતનું નામ લીધુ આથી એડી. કલેકટરે હોસ્પીટલ સામે તપાસ કરવાનું કહેતા ૧પ મીનીટ પછી ફોન કરી ફરી ગયાઃ આજે પણ ખાનગીને ૧ હજાર ઇન્જેકશન ફાળવાયા

રાજકોટ, તા., ૧૩: રાજકોટમાં ૩પ જેટલી ખાનગી કોવીડ હોસ્પીટલ ચાલુ છે. આ તમામને દરરોજ ફુડ એન્ડ ડ્રગખાતુ  રેમેડેસીવીયર ઇન્જેકશન ફાળવી રહયું છે. આજે પણ ૧ હજાર જેટલા ઇન્જેકશનો ખાનગી હોસ્પીટલ અને મેડીકલ સ્ટોર્સમાં ફાળવી દેવાયાનું એડી.કલેકટર શ્રી પરીમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું.

દરમિયાન રાજકોટની ૩પ જેટલી ખાનગી હોસ્પીટલમાંથી અમુક હોસ્પીટલ અંગે દર્દીઓના સગાઓએ ઇન્જેકશન લેવા બહાર મોકલતા હોવાની ફરીયાદો કરતા તથા અમુક હોસ્પીટલ બારોબાર વેચી નાંખતી હોવાની રાવ આપતા કલેકટર સમસમી ઉઠયા છે અને આજે બપોરે ૧૩ વાગ્યાથી તમામ ૩પ ખાનગી હોસ્પીટલમાં રેમેડેસીવીયર ઇન્જેકશન અંગે દરોડો-ચેકીંગનો દોર હાથ ધર્યો છે. કલેકટરની સુચના બાદ એડીશ્નલ કલેકટરશ્રી પરીમલ પંડયાએ ફુડ એન્ડ ડ્રગ ખાતા, સીટી પ્રાંત-૧શ્રી સિધ્ધાર્થ ગઢવી અને વેટ કચેરીના ડે. કમિશ્નરશ્રી ગોયાણીના ટીમો દ્વારા દરોડો શરૂ કરાવ્યા છે. જેમાં છેલ્લા  ૭ર કલાકથી ફાળવાયેલ ઇન્જેકશન કયા દર્દી માટે વાપર્યા તેની ક્રોસ તપાસ, દર્દીઓ અને તેના સગાઓના નિવેદન વિગેરે બાબતે તપાસ હાથ ધરી સાંજ સુધીમાં રીપોર્ટ કરવા ટીમોને કલેકટરે આદેશો કર્યા છે.

આજે વેદાંત હોસ્પીટલ અંગે એક દર્દીના એડીશ્નલ કલેકટર શ્રી પરીમલ પંડયાએ ફોન કરતા અને દર્દીને બહારથી ઇન્જેકશન લાવવાનું વેદાંત હોસ્પીટલ અંગે એક દર્દીના સગાએ એડીશનલ કલેકટરશ્રી પરીમલ પંડયાએ ફોન કરતા અને દર્દીને બહારથી ઇન્જેકશન લાવવાનું વેદાંત હોસ્પીટલવાળા કહેતા હોવાની ફરીયાદ કરતા એડી. કલેકટર ચોંકી ઉઠયા હતા. તેમણે દર્દીના આ સગાને વેદાંત હોસ્પીટલ પહોંચી પોતાને ફોન કરવાનું કહેતા અને જો હોસ્પીટલ આવુ કરતી હોય તો સીધી ફોજદારી થશે. પોલીસ આવશે એવું કહેતા દર્દીના સગાએ ફોન કાપી નાંખ્યો હતો. પછી ૧પ મીનીટ પછી જણાવેલ કે અમારો દર્દી વેદાંતમાં નથી. અન્ય સ્થળે છે તેમ જણાવતા એડી. કલેકટરે આ ખોટો ફોન કરનારને ખખડાવી નાખ્યો હતો. અને ચેતવણી આપી હતી. આ પછી ખાનગી હોસ્પીટલોમા કલેકટર-એડી. કલેકટરે ચેકીંગ શરૂ કરાયું હતું.

(3:54 pm IST)