રાજકોટ
News of Tuesday, 13th April 2021

કોરોનાં દર્દીઓને ઇન્જેકશન સહીતની મદદ માટે શહેર ભા.જ.પ.નાં નામે કોઇ ટીખળીએ ખોટા ફોન નંબરોનો મેસેજ વાઇરલ કર્યોઃ કમલેશ મીરાણી

રાજકોટ તા. ૧૩: કોરોનાનાં દર્દીઓને રેમડેસિવીર ઇન્જેકશન, દવા, બેડ વગેરે મદદ માટે શહેર ભા.જ.પ.નાં આગેવાનો, આરોગ્ય મંત્રી, કોર્પોરેટરોનાં મોબાઇલ ફોન પર સંપર્ક કરવો. તેવી અપીલ સાથે તમામનાં ફોન નંબર સાથેનો મેસેજ સોશ્યલ મિડીયામાં વાઇરલ થયો છે તે તદ્દન ખોટો છે. કોઇ ટીખળખોરે આ મેસેજ વાઇરલ કરાયો. અનેક લોકોને મુશ્કેલી સર્જાઇ છે. જે બાબતે શહેર ભા.જ.પ. દ્વારા ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. ઉપરાંત આવા ખોટા મેસેજ કરનારા સામે પગલા લેવાશે તેમ શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશ મીરાણીએ સ્પષ્ટ કર્યું છે. શ્રી મીરાણીએ જણાવ્યું હતું કે, ભા.જ.પ.નાં કોર્પોરેટરો-આગેવાનો દરેક જરૂરિયાતમંદ દર્દીઓને સહાયરૂપ થઇ રહ્યા છે અને બને તેટલી વ્હેલી સારવાર મળે તે માટે મદદરૂપ થઇ રહ્યા છે.

માં અંબા સૌને મહામારીમાંથી ઉગારી લ્યે તેવી મંગલ કામનાઃ કમલેશ મિરાણી

રાજકોટ તા. ૧૩: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડે શહેરીજનોને આજથી શરૂ થઇ રહેલ શકિત આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શકિત ઉપાસના, શકિત સંચયના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે સાથે આજથી મરાઠીઓના નવા વર્ષ, ગુડી પડવા તેમજ સીંધીઓના નવા વર્ષ ચેટીચંડની પણ ગુજરાતમાં ભાવભેર ઉજવણી થાય છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રીમાં ભકતો માતાજીની ઉપાસના કરી ધન્યતા પ્રાપ્ત કરે છે. ત્યારે આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીના મંગલ પ્રારંભે જગત જનની માં અંબા આ કોરોના બીમારીનો નાશ કરી સમગ્ર વિશ્વનું રક્ષણ કરે એવીમ ાં અંબાને પ્રાર્થના કરીએ તેમ કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સંયુકત યાદીમાં જણાવેલ છે. 

(3:46 pm IST)