સાંગણવા ચોક પાસે ક્રિકેટમેચ પર સટ્ટો રમાડતો વેપારી નીખીલ પકડાયો
મોબાઇલમાં આઇ.ડી.ડાઉનલોડ કરી તીનપત્તીનો જુગાર રમતો સોહીલ ઝડપાયો
રાજકોટ તા. ૧૩ : શહેરના ત્રીકોણબાગ પાસે સાંગણવા ચોકમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા વેપારીને એડીવીઝન પોલીસે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ સાંગણવા ચોક પાસે એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે એડીવીઝન પોલીસ મથકના પી.આઇ. સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ.એચ.આર.ચાનીયા તથા કોન્સ. નરેશભાઇ ઝાલા સહિતે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા વેપારી નીખીલ નગીનભાઇ રાજાણી (ઉ.૩૦) (રહે. ગાંધીગ્રામ ગાંધીનગર શેરી નં.૧) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
જયારે બીજા દરોડામાં પ્રનગર પોલીસ મથકના પી.આઇ.એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી. પટેલ તથા અક્ષયભાઇ સહિતે બાતમીના આધારે જામનગર રોડ સ્પેશ્યલ હોમ ફોર બોયઝ હોસ્ટેલ નજીક પાનની દુકાન પાસે મોબાઇલ ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી તીનપત્તીનો જુગાર રમતા સોહીલ આબીદભાઇ ખીયાણી (ઉ.ર૩) (રહે. ભીસ્તીવાડ)ને પકડી લઇ રોકડ તથા મોબાઇલ મળી રૂ. રપ,રપ૦ ની મત્તા કબજે કરી હતી.