રાજકોટ
News of Tuesday, 13th April 2021

પોલીસ હેડકવાર્ટરમાં પોલીસ પરિવારના ૪૫થી વધુ ઉમરના સભ્યો માટે રસિકરણઃ ૧૪૫ને રસી અપાઇ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રાહબરીમાં સફળતાપુર્વક કેમ્પ યોજાયો

રાજકોટઃ કોરોના સામે રક્ષણ આપતી રસી શહેરના તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ લઇ ચુકયા છે. પોલીસ કર્મચારીઓના પરિવારજનોને પણ રસી આપવામાં આવી રહી છે. પોલીસ હેડકવાર્ટર ખાતે અગાઉ ૬૦ વર્ષથી ઉપરની ઉમરના હોય તેવા ૩૧ વૃધ્ધોનું રજીસ્ટ્રેશન થયું હતું અને તેમને રસી અપાઇ હતી. એ પછી હાલમાં ૪૫ વર્ષ અને તેનાથી વધુ વયના પોલીસ પરિવારના લોકોનું રજીસ્ટ્રેશન કરવામાંઆવ્યું હતું. જેમાં ૧૪૫ પોલીસ પરિવારના સભ્યોને આજે કોરોના વેકસીન આપવામાં આવી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડકવાર્ટરના એસીપી જી. એસ. બારીયા અને રિઝર્વ પીઆઇ મયુર કોટડીયાની દેખરેખ હેઠળ કોન્સ. બિપીનભાઇ પટેલ, જયદિપસિંહ જાડેજા, વિક્રમભાઇ ડાંગર સહિતના કોરોના વેકસીનેશનની કામગીરી સફળતા પુર્વક કરાવી રહ્યા છે. શહેર પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ માટે પણ હેડકવાર્ટર ખાતે અગાઉ રસિકરણ કેમ્પ સફળતા પુર્વક યોજાયો હતો.

(12:43 pm IST)