રાજકોટ
News of Tuesday, 13th April 2021

ઉચ્ચ કારકિર્દિ સાથે સફળતાની ટોચે પહોંચવા આવી ગઇ સ્કોલરશીપ

ધોરણ ૬ થી અનુસ્નાતક કક્ષા સુધી (પ્રોફેશનલ) નોન પ્રોફેશનલ સહિત) ના શિક્ષણ માટે તથા મેડીકલ/એન્જીનીયરીંગની પ્રવેશ પરીક્ષા આપનાર ધોરણ ૧ર પાસે માટેિ શષ્યવૃતિ : બી.ટેક/એમ.ટેક થયેલ તથા આઇ.ટી./ઇ.સી.ઇ/ ધરાવનાર માટે રીસર્ચ ફેલોશીપ

રાજકોટ તા. ૧૩ : બિઝનેસ, એજયુકેશનલ કવોલિફિકેશન, સર્વિસ એમ દરેક ક્ષેત્રે હરીફાઇ વધતી જાય છે. યુવાધન પોતાનું તેજસ્વી ભવિષ્ય બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેતું હોય છે. ઉચ્ચ શિક્ષણ મેળવીને સમાજમાં માન-મોભો-પ્રતિષ્ઠા મેળવવાની ઝંખના દરેકને રહે છે. હાલમાં  ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે ઘણી બધી સ્કોલરશીપ પણ ઉપલબ્ધ છે. જેની ઉપર નજર કરીએ તો...

ITI કાનપુર ડીપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત બી.ટેક./એમ.ટેક ડીગ્રી ધરાવતા ઉમેદવારો પાસેથી ૧પ/૪/ર૦ર૧ સુધીમાં માત્ર ઇ-મેઇલ દ્વારા અરજી મંગાવવામાં આવે છે. રીસર્ચ ફેલોને.ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કાનપુરના એક SERB સ્પોન્સર્ડ પ્રોજેકટ ઉપર કામ કરવાનું થશે. પોસ્ટીંગ અસ્થાયી તથા કોન્ટ્રાકચ્યુઅલ બેઇઝડ રહેશે.

-અરજી કરવા માટે પાત્રતા

બી.ટેક અથવા એમ.ટેકમાં ઓછામાં ઓછા ૭પ ટકા કે તેની વધુ મેળવનાર તથા સારી C/CXX પ્રોગ્રામીંગ સ્કીલ અને MPE પ્રોગ્રામિંગ (મેસેજ પાસિંગ ઇન્ટરફેસ) માં અનુભવ ધરાવનારને તથા ગેટ કવોલિફાઇડને પ્રાથમિકતા આપવામાં આવશે. પસંદ થનારને મસિક ૩૧ હજાર રૂપિયા મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/EJF7

.HDFC  બેન્ક પરિવર્તન્સ ECS સ્કોલરશીપ ર૦ર૧-રર અંતર્ગત ધોરણ ૬ થી લઇને અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ પાસેથી તારીખ ૩૧/૭/ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ સ્કોલરશીપ સમાજના વંચિત, જરૂરીયાતમંદ તથા આર્થિક સહયોગ ઇચ્છતા તેજસ્વી-મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ માટે છે.

-અરજી કરવા માટેની પાત્રતા

આ સ્કોલરશીપ માત્ર ભારતીય નાગરિકોને આપવામાં આવે છે કે જેઓ ધોરણ ૬ થી ૧ર ની વચ્ચે કોઇપણ ધોરણમાં, ડીપ્લોમાં, સ્નાતક કે અનુસ્નાતક (પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ) કક્ષાએ ભણતા હોવા જોઇએ. મેરીટ આધારીત આ સ્કોરશીપ માટે છેલ્લી યોગ્યતા પરીક્ષામાં ઓછામાં ઓછા પપ ટકા જરૂરી હોવા જોઇએ તથા વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક અઢીલાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ છે. જો કે નીડબેઝડ સ્કોલરશીપ એ ઉમેદવારો માટે છે કે જેઓ છેલ્લા ત્રણ વર્ષો દરમ્યાન કોઇ બનાવને કારણે વ્યકિતગત કે પારિવારિક રીતે આર્થિક સંકટનો સામનો કરતા હોય અને શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે અસમર્થ હોય, કે જેને કારણ તેઓનું શિક્ષણ આગળ વધી શકે તેમ ન હોય. પસંદ થનાર વિદ્યાર્થીને ૭પ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/HECA9

. IIFL સ્કોલરશીપ ર૦ર૦-ર૦ર૧ અંતર્ગત IIFL ફાઉન્ડેશન-સમુહની એક CSR શાખા ધોરણ ૯ થી સ્નાતક સુધીનો અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થીનીઓ કે જેઓ આર્થિક સહયોગ ઇચ્છે છે તેઓ પાસેથી તારીખ ૧પ/૪/ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજીઓ આમંત્રિત કરે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

જે વિદ્યાર્થીઓ ધોરણ ૯ થી સ્નાતક સુધીનો અભ્યાસ કરી રહી છે, જેઓએ છેલ્લી પરીક્ષામાં પ૦ ટકાથી વધુ અંક મેળવ્યા હોય અને જેઓને પરિવારની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયાથી ઓછી હોય તેઓ અરજીપાત્ર છે. અરજી કરનાર ઉમેદવાર હાલમાં સમસ્ત માઇક્રોફાયનાન્સ કસ્ટકાર્સ અથવા પ્રોસ્પેકીપ્સ હોવા જરૂરી છે પસંદ થનાર ઉમેદવારોને પ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/IIFL1

. ITI ખડગપુર સેન્ટર ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ખડગપુર બી.ટેક,ની ડીગ્રી ધરાવનાર વિદ્યાર્થીઓ પાસેથી તારીખ ર૬/૪/ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજી મંગાવે છે. JRF માટે પસંદ થનાર ઉમેદવારે ''અનરીસ્ટ્રીકટેડ ગ્રાન્ટ ફોર રીચર્સ ઇન રીવ્યુ માઇનિંગ (URR)'' નામના પ્રોજેકટ ઉપર કામ કરવાનું રહેશે.

-અરજી કરવા માટેની પાત્રતા

જે ઉમેદવારોની ઉંમર ર૮ વર્ષથી ઓછી હોય અને જેઓ ૮૦ ટકા અથવા ૭.પ સીજીપીએ અને ગેટ/નેટના માન્ય સ્કોર સાથે બી.ટેકની ડીગ્રી ધરાવતા હોય તેઓ અરજીપાત્ર છે. ફેલોશીપ માટે પસંદ થનાર ઉમેદવારોને માસિક ૩૧ હજાર રૂપિયા મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/SEF5

. ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી BHU, વારાણસી ડીપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ જુનિયર રીસર્ચ ફેલોશીપ ર૦ર૧ અંતર્ગત માસ્ટર/બેચલર ડીગ્રી ધારકો પાસેથી ર૪/૪/ર૦ર૧ ની અંતિમ તારીખ સાથે માત્ર ઇ-મેઇલ દ્વારા અરજીનો મંગાવવામાં આવે છે.ફેલોશીપ માટે પસંદ થનાર ઉમેદવારોએ ''TOT''-ઇનેબલ્ડ હેટ્રોજીનીયસ નેટવર્કમાં સ્માર્ટ હેલ્થકેર એપ્લીકેશન માટે ઓસ્ટી માઇન્ડ ક્ષેત્ર કમ્પ્યુટીંગ'' નામના પ્રોજેકટ (પરિયોજના) ઉપર કામ કરવાનું થશે.

-અરજી કરવા માટેની પાત્રતા

ર૮ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ઉમેદવારો કે જેઓ સંબંધિત વિષયોમાં અથવા સંબંધ અનુશાસના/ક્ષેત્રમાં CSE/IT/ECE માં માસ્ટર ડીગ્રી ધરાવે છે. અને જેઓની પાસે માસ્ટર ડીગ્રીના સ્તર ઉપર ઓછામાં ઓછા ૬૦ ટકા અથવા ૧૦માંથી ૬.૦ સીપીઆઇ હોય તેઓ અરજીપાત્ર છે. ઉમેદવારો પાસે સંબંધિત વિષયોમાં એન્જીની-પરીંગમાં બેચરલર ડીગ્રી અને ઓછામાં ઓછા ૭પ ટકા તથા સંબંધિત ક્ષેત્રમાં ગેટ/નેટ જરૂરી છે. પસંદ થનાર ઉમેદવારોને માસિક ૩૧ હજાર રૂપિયા મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/VTS5

. ડો. અબ્દુલ કલામ સ્કોરશીપ ફોર મેડીકલ/એન્જીનીયરીંગ એસ્પીરેન્ટસ અંતર્ગત બડી ૪ સ્ટડી ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા મેડીકલ/એન્જીનીયરીંની પ્રવેશ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પાસેથી સ્કોલરશીપ માટે તારીખ ૩૦/૪/ર૦ર૧ સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ શિષ્યવૃતિનો ઉદ્દેશ્ય તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ આપવાનો છે.

-અરજી કરવા માટેની પાત્રતા

આર્થિક સહયોગ ઇચ્છતા વિદ્યાર્થીઓ કે જેઓ રાષ્ટ્રીય કે રાજય કક્ષાની એન્જીનીયરીંગ/મેડીકલ પ્રવેશ પરીક્ષા આપવાના છે અને જેઓ ઓછામાં ઓછા પપ ટકા સાથે ધોરણ ૧ર પાસ થયા છે. તથા જેઓના પરિવારની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયાની ઓછી હોય તેઓ અરજીપાત્ર છે.ર૦ર૧માં ધોરણ-૧રની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે. પછીથી નિયમ મુજબ પરિણામ રજુ કરવાનું રહેશે. પસંદ થનાર ઉમેદવારને શિક્ષ્યવૃતિરૂપે ર૦ હજાર રૂપિયા મળવાપાત્ર થશે.

-અરજી કરવા માટેની લીંક

www.b4s.in/akila/AKS2

ઉચ્ચશિક્ષણ મેળવીને ઉજજવળ કારકિર્દિ ઘડવાની ખૂબ સરસ તક આવી છે અને જેના માટે જીવનોપયોગી સ્કોલરશીપ પણ હાજર છે ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો સોનેરી ભવિષ્ય આપ સૌની રાહ જોઇ રહ્યું છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને બેસ્ટ ઓફ લક.

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

સૌજન્ય

સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.

www.buddy 4 study.com

info@buddy4study.com

(11:30 am IST)