રાજકોટ
News of Tuesday, 13th March 2018

રણછોડનગરમાં બે કારના કાચ તોડી ટેપ અને લેપટોપની ચોરી

તસ્કરો રવિભાઇ લીંબાસીયાની પ્રકાશભાઇ ચૌધરીની કારમાંથી બે કારટેપ અને લેપટોપ ચોરી ગયા

રાજકોટ, તા., ૧૩: રણછોડનગરમાં  ઘર પાસે પાર્ક કરેલી બે કારના કાચ તોડી બે કાર ટેપ અને લેપટોપ ચોરી જતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રણછોડનગર શેરી નં. ૭ માં રહેતા રવિભાઇ રમેશભાઇ લીંબાસીયા (ઉ.વ.ર૯) રાત્રે પોતાની જીજે ૩ એફકે ૪૧૯૪ નંબરની સ્વીફટ કાર ઘરની સામે પાર્ક કરી હતી. દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સોએ કારની ડાબી બાજુ આગળનો કાચ તોડી તેમાંથી રૂ. ૧પ હજારની  કિંમતનનું લેપટોપ ચોરી ગયા હતા. સવારે રવિભાઇ ઘરની બહાર નીકળી કાર પાસે જતા હતા ત્યારે કારનો કાચ તુટેલો અને તેમાંથી ટેપ અને લેપટોપ ગાયબ હતા. તેણે તપાસ કરતા ઘર પાસે સેટેલાઇટ પાર્કમાં રહેતા પ્રકાશભાઇ ગણેશભાઇ ચૌધરીની કારનો કાચ તોડી તસ્કરો તેમાંથી ટેેપ ચોરી ગયાનું જાણવા મળ્યું હતું.  આ બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસે રવીભાઇ લીંબાસીયાની ફરીયાદ દાખલ કરી પીએસઆઇ પી.બી.જેબલીયા તથા રાઇટર હંસરાજભાઇએ તપાસ આદરી છે.

(4:36 pm IST)