રાજકોટ
News of Tuesday, 13th March 2018

કચ્છના અંજારમાં મહિલા સંચાલિત જુગાર કલબ ઝડપાઈઃ ૩ મહિલા, ૫ પુરૂષોની ધરપકડ

ભૂજ, તા. ૧૩ :. અંજાર પોલીસે એકતાનગર વિસ્તારમાં ચંદાબેન વિષ્ણુ પટેલ દ્વારા તેમના ઘરમાં ચલાવાતી જુગાર કલબ ઝડપીને તેમની સાથે જુગાર રમનારા અન્ય બે મહિલા રસીલા પ્રકાશગર ગોસ્વામી, ભાવના છગન પરમાર ઉપરાંત પાંચ પુરૂષો નમ્મુદ્દીન સુલેમાન બાયડ, હુસેન ગાભા જત, સાયા પીરૂ સિંધી, રમેશ જેઠાલાલ પુરોહીત, હારૂન જુમા ત્રાપાને ૨૫ હજાર ૮૦૦ની રોકડ સાથે ઝડપી પાડેલ છે.

(4:25 pm IST)